Gujarati News

Gujarati News

News of Tuesday, 1st June 2021

સામન્થાની ઇચ્છા આવી પણ છે

ચાર વર્ષ પહેલા અભિનેતા નાગાર્જુનના દિકરા નાગા ચૈતન્ય સાથે લગ્ન કરી લેનારી સાઉથની સુંદરી સામાન્તા અકીનેનીને દર્શકો હિન્દી વેબ સિરીઝ ધ ફેમિલીમેન-૨માં ચોંકાવનારા રોલમાં જોવાના છે. આ વેબ સિરીઝના ટ્રેલરમાં સામન્થાની ભુમિકા કેવી છે તેનો અણસાર આપી દેવાયો છે. એક દાયકાથી અભિનયની સફર ખેડી રહેલી સામન્થા મનોજ બાજપાઇ સાથે ધ ફેમિલીમેન-૨માં કામ કરીને ખુશ છે. પરંતુ તેની ઇચ્છા બોલીવૂડના રોમાન્ટીક સ્ટાર રણબીર કપૂર સાથે કામ રોમાન્સ કરવાની છે. તેણે એવું પણ કહ્યું હતું કે ધ ફેમીલીમેનમાં મનોજ બાજપાઇએ શ્રીકાંત તિવારીનો રોલ નિભાવ્યો છે એ રોલમાં પોતાના મામા અકિનેની નાગાર્જુનને પણ જોવા ઇચ્છે છે. તમિલ નાડુના મદ્રામસમાં જન્મેલી સામાન્થા દક્ષિણ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અનેક સુપરહિટ ફિલ્મો કરી ચુકી છે અને મોટો ચાહકવર્ગ ધરાવે છે. તેની વેબ સિરીઝ ચોથી જુને રિલીઝ થવાની છે.  

(10:16 am IST)