Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

રિતીકની દાઢીવાળા લૂક સાથે છેલ્લી પોસ્‍ટ

રિતીક રોશનના ચાહકો હવે રિતીકની ફિલ્‍મ વિક્રમ વેધાની રાહ જોઇ રહ્યા છે.  તાજેતરમાં રિતીક પોતાની આ ફિલ્‍મના લૂક સાથે જોવા મળ્‍યો હતો. જેમાં તેણે દાઢી વધારી રાખી છે. તેના આ લૂકને ચાહકોએ ખુબ પસંદ કર્યો છે. સુપરસ્‍ટારે આ લૂક રજૂ કરતાની સાથે એવો અણસાર પણ આપ્‍યો હતો કે હવે ફિલ્‍મનું શુટીંગ પુરુ થવાની તૈયારીમાં છે. રિતીક તાજેતરમાં કરણ જોહરના પચાસમા જન્‍મ દિવસની પાર્ટીમાં સૂટ બૂટમાં પહોંચ્‍યો હતો. જેમાં તે વધેલી દાઢી સાથે દેખાયો હતો. તેનો આ લૂક ફિલ્‍મ વિક્રમ વેધા માટેનો હતો. તેણે તસ્‍વીર પોસ્‍ટ કરીને લખ્‍યું હતું કે આ દાઢી સાથેની છેલ્લી પોસ્‍ટ છે. આ જોતાં લોકો અનુમાન લગાવી રહ્યા છે કે હવે ફિલ્‍મનું શુટીંગ ખતમ થઇ જતાં રિતીક ફરી તેના મુળ લૂકમાં આવી જશે અને દાઢી હટાવી દેશે. રિતીક સાથે આ ફિલ્‍મમાં સૈફ અલી ખાન પણ મુખ્‍ય ભુમિકામાં છે. રિતીક અન્‍ય એક ફિલ્‍મ ફાઇટરનું કામ પણ કરી રહ્યો છે.

(10:13 am IST)