Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

રોહિતના વેબ શોનું બીજા શેડયુલનું શુટીંગ થયું શરૂ

બોલીવૂડમાં કોમેડી અને એક્‍શન ફિલ્‍મો આપવા માટે જાણીતા રોહિત શેટ્ટીએ હવે ઓટીટી પ્‍લેટફોર્મ માટે વેબ સિરીઝ  બનાવવાનું શરૂ કર્યુ છે. ઇન્‍ડિયન પોલીસ ફોર્સ નાના આ સિરીઝનું શુટીંગ ચાલુ ઇ ગયું છે. રોહિત શેટ્ટી આ શો થકી પોતાની પોલીસ યુનિવર્સને ઓટીટી પર લાવી રહ્યા છે. આ શોમાં સિધ્‍ધાર્થ મલ્‍હોત્રા મુખ્‍ય ભુમિકામાં છે.શુટીંગના પહેલા શેડયુલનું કામ પુરુ થઇ ગયું છે અને હવે બીજા શેડયુલનું શુટીંગ મુંબઇમાં શરૂ થયું છે. અહિ પંદર દિવસ સુધી એક્‍શન સિક્‍વલનું કામ થશે. સિધ્‍ધાર્થ ઉપરાંત આ શોમાં વિવેક ઓબેરોય અને શિલ્‍પા શેટ્ટી કુન્‍દ્રા પણ ખાસ ભુમિકામાં છે. રોહિત શેટ્ટીએ પોલીસને લગતી જે પણ ફિલ્‍મો બનાવી છે તે સુપરહિટ નિવડી છે. જેમાં સિંઘમ, સિમ્‍બા અને સૂર્યવંશીનો સમાવેશ થાય છે. અજય દેવગણ, રણવીર સિંહ અને અક્ષય કુમાર પછી હવે સિરીઝમાં રોહિતે સિધ્‍ધાર્થને પોલીસ ઓફિસર બનાવ્‍યો છે. આ સિરીઝમાં ઇન્‍ટરનેશનલ એક્‍શન ટીમ એકશન દ્રશ્‍યોનું કામ કરી રહી છે.

(10:46 am IST)