Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

મેં વિચાર્યુ નહોતું કે આગળ વધીશઃ શ્રુતિ

અભિનેત્રી શ્રુતિ હાસન અભિનય કરવાની સાથે સારી ગાયીકા પણ છે. કમલ હાસન અને સારીકાની દિકરી શ્રુતિ સાઉથની ફિલ્‍મોમાં વધુ જાણીતી છે. સાથે બોલીવૂડમાં પણ તે કામ કરી રહી હોઇ અહિ પણ મોટા ચાહકો ધરાવે છે. શ્રુતિ હાસનનું કહેવું છે કે મારી જિંદગીમાં ફિલ્‍મોને કારણે ઘણી ખુશીઓ આવી છે. મેં ફિલ્‍મ ઇન્‍ડસ્‍ટ્રીમાં તેર વર્ષ પુરા કરી લીધા છે.  શ્રુતિએ એક વિડિયો પોસ્‍ટ કરીને કહ્યું હતું કે મારાં જાદુઈ તેર વર્ષ. મેં કયારેય નહોતું વિચાર્યું કે હું એક ફિલ્‍મથી આગળ વધુ કામ કરીશ. હું આ કરવા માટે જન્‍મી પણ નહોતી. મેં આ કામને પ્રેમ કરવાનું શીખ્‍યું અને સિનેમા મારી જિંદગીની ખુશીનું કારણ બન્‍યું. એને કારણે મને જિંદગી મળી છે. આથી હું તેની આભારી છું. સમયની સાથે હું શીખી છું કે સફળતા અને નિષ્‍ફળતાને કેવી રીતે લેવી. મને જે પ્રેમ અને સહકાર મળ્‍યા છે એની હું આભારી છું. મને જે કંઈ મળ્‍યું છે એ માટે હું આભારી છું.

(10:47 am IST)