Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

અવિકાએ મજા માણી માલદિવ ટ્રીપની

ફિલ્મ અને ટીવી પરદાના કલાકારોમાં માલદિવની ટ્રીપનું ખુબ મહત્વ છે. લમગભગ દરેક મોટા સ્ટાર અહિ ફરવા પહોંચી જાય છે. આનંદી બિંદણી તરીકે ઘર ઘરમાં ઓળખ ઉભી કરનાર અભિનેત્રી અવિકા ગોર પણ તાજેતરમાં માલદિવ પહોંચી હતી. હવે યુવાન થઇ ચુકેલી અવિકા બોયફ્રેન્ડ મિલીન્દ ચાંદવાની સાથે માલદિવમાં રજાની મજા માણવા ગઇ હતી. આ ટ્રીપની અનેક તસ્વીરો અને વિડીયો આનંદીએ પોસ્ટ કર્યા હતાં. માલદિવ પહોંચતા જ આનંદીએ પોતાનો બોલ્ડ અંદાજ દેખાડ્યો હતો. સ્વીમસૂટમાં કાતિલ અંદાજ સાથેની તસ્વીરો તેણે મુકી હતી. એક વિડીયોમાં પણ તે પૂલમાં ચિલ કરતી જોવા મળી હતી. આ વિડીયોમાં બેક ગ્રાઉન્ડમાં તેરા હોને લગા હું ગીત વાગતું હતું. અવિકાએ બ્લુ કલરના સ્વીમ સૂટમાં તસ્વીરો ખેંચાવી હતી. તેના ચાહકોએ આ તસ્વ્ીરોને ખુબ લાઇક કરી છે. બાલિકા વધુમાં બાળ કલાકાર તરીકે કારકિર્દી શરૂ કર્યા પછી અવિકાએ સસુરાલ સિમર કામાં કામ કર્યુ હતું. અવિકાની એક ફિલ્મ પણ ઓટીટી પર આવી ચુકી છે.

(9:52 am IST)