Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

કન્નડ અભિનેત્રી સોજન્યાએ 25 વર્ષની ઉંમરે કરી આત્મહત્યા: ત્રણ પેજની લાંબી સુસાઇડ નોટમાં માતા -પિતાની માંગી માફી

મુંબઈ: જાણીતી કન્નડ અભિનેત્રી સૌજન્ય વિશે ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે. નાના પડદા પર લોકપ્રિય ચહેરો બની ચૂકેલી અભિનેત્રી સોજન્યાએ 25 વર્ષની ઉંમરે આત્મહત્યા કરી લીધી છે. અભિનેત્રીનો મૃતદેહ બેંગ્લોરમાં તેના કુંબલગોડુ ઘરમાંથી મળી આવ્યો છે, કહેવામાં આવી રહ્યું છે કે તેણે ફાંસી લગાવીને આત્મહત્યા કરી છે. તે જ સમયે, મીડિયા અહેવાલો અનુસાર, પોલીસ અભિનેત્રીના રૂમમાંથી એક સુસાઈડ નોટ પણ મળી છે. આ મામલે કેસ નોંધાયા બાદ તપાસ ચાલી રહી છે.

(4:30 pm IST)