Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

એક્શન થ્રિલર વેબ સીરીઝ "ઇનવિઝિબલ વુમન" થી ડિજિટલ ડેબ્યુ કરશે સુનીલ શેટ્ટી

મુંબઈ: આ દિવસોમાં જ્યારે OTT પ્લેટફોર્મનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે, ત્યારે આપણા ઘણા બોલિવૂડ સ્ટાર્સ પણ ડિજિટલ ડેબ્યુ કરી રહ્યા છે. આવનારા સમયમાં જ્યાં ઘણા સ્ટાર્સ તેમના ડિજિટલ ડેબ્યુ માટે તૈયાર છે. હવે આ લિસ્ટમાં અભિનેતા સુનીલ શેટ્ટીનું નામ પણ ઉમેરાયું છે. ફિલ્મી દુનિયામાં અપાર સફળતા બાદ અભિનેતા હવે ડિજિટલ પ્લેટફોર્મ તરફ વળ્યા છે. સુનીલ શેટ્ટી પોતાનું ડિજિટલ ડેબ્યુ કરવા માટે તૈયાર છે, તેણે ગુરુવારે તેની વેબ સિરીઝની પણ જાહેરાત કરી છે. આ સિરીઝનું નામ ‘ઇનવિઝિબલ વુમન’ છે, જેમાં સુનીલ શેટ્ટી ઉપરાંત અભિનેત્રી એશા ગુપ્તા પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

(4:32 pm IST)