Gujarati News

Gujarati News

News of Monday, 1st November 2021

આવો સંતોષ બીજી ફિલ્મથી ન મળ્યો હોતઃ સિધ્ધાર્થ

અભિનેતા સિધ્ધાર્થ મલ્હોત્રાએ બોલીવૂડમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. વર્ષ ૨૦૧૨માં સ્ટુડન્ટ ઓફ ધ યર ફિલ્મથી કારકિર્દી શરૂ કરી હતી. અત્યાર સુધીની સફરમા તેણે ઘણા ઉતાર ચઢાવ જોયા છે અને અનેક ફિલ્મો કરી છે. પરંતુ સિધ્ધાર્થ કબુલે છે કે ફિલ્મ શેરશાહ કરીને મને જે સંતોષ મળ્યો છે એ કદાચ કોઇ ફિલ્મથી ન મળે. તે કહે છે આ ફિલ્મે મને સાચા પ્રેમનું અસ્તિત્વ દેખાડ્યું છે. આ કોઇ કાલ્પનીક કથા નહોતી કે હું મારા પાત્રને મારી રીતે ભજવી શકું. આ એક અસલી કથા હતી અને મારે કેપ્ટન વિક્રમ બત્રાને આબેહૂબ સજીવન કરવાના હતાં. તે કહે છે આ ભુમિકા ભજવવાનું કામ જરાપણ સહેલુ નહોતું. મારે ખુબ જ તૈયારીઓ કરવી પડી હતી. કામમાં કોઇ કચાશ ન રહી જાય તે માટે સતત ધ્યાન રાખ્યું હતું. કેપ્ટન વિક્રમ બત્રાની બહાદુરી, દેશપ્રેમની સાથે તેમની પ્રેમકથા પણ બખુબી વણી લેવાઇ છે. સિધ્ધાર્થએ અન્ય ફિલ્મ મિશન મજનૂનું શુટીંગ પણ પુરૂ કરી લીધું છે. આ ફિલ્મમાં તે અન્ડરકવર રો એજન્ટની ભુમિકામાં છે.

(9:54 am IST)