Gujarati News

Gujarati News

News of Monday, 1st November 2021

બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટની હમશકલ યુવતિએ સોશ્‍યલ મીડિયામાં ધુમ મચાવીઃ છોકરીને જોઇને આલિયાના ફેન જ નહીં આલિયા પતે પણ કન્‍ફયુઝ

ઇન્‍સ્‍ટાગ્રામ ઉપર 33 હજારથી વધુ ફોલોઅર્સ

નવી દિલ્હી: બોલીવુડ એક્ટ્રેસ  Alia Bhatt હાલ ટોપ એક્ટ્રેસમાં સામેલ છે. તેમના ફેન્સને ખૂબ પસંદ કરે છે. એક્ટ્રેસની એક્ટિંગ પણ કમાલની હોય છે. તે પોતાના હુસ્નની સાથે સાથે પોતાની અદાઓથી પણ ફેન્સને દિવાના બનાવી લે છે. એક્ટ્રેસની ક્યૂટનેસ પર પણ લોકો ફીદા છે. હાલમાં આલિયા ભટ્ટના લગ્નની અફવાઓને લઇને ચર્ચામાં છે. આ દરમિયાન એક વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. સોશિયલ મીડિયા પર છવાયેલા આ વીડિયોમાં એક છોકરી જોવા મળી રહી છે. આ વીડિયોમાં જોવા મળી રહેલી છોકરીને જોઇને તમે એકવાર ચોંકી જશો કારણ કે આ બિલકુલ આલિયા ભટ્ટ જેવી દેખાય છે.

આલિયા ભટ્ટની કોપી સામે આવી

અવાર નવાર કોઇને કોઇ સેલિબ્રિટીની કોપી સામે આવી જાય છે. હાલ જે સ્ટારની વાત થઇ રહી છે. તે છે આલિયા ભટ્ટ. વીડિયોમાં જોવા મળી રહેલી છોકરી ઇંસ્ટાગ્રામ બ્લોગર છે, જેને ઇંસ્ટાગ્રામ પર 33 હજારથી વધુ લોકો ફોલો કરે છે. તેમનું એકાઉન્ટ celesti.bairagey નામથી છે. હાલમાં એક્ટ્રેસની કોપીનો ફોટો અને વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

આલિયા ભટ્ટની હમશકલનો ફોટો થયો વાયરલ

આલિયા ભટ્ટ જેવી દેખાતી આ છોકરીના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલા છે. એક નજરમાં તમે પણ દગો ખાઇ જશે અને બની શકે કે છોકરીને આલિયાજ સમજી લો. એવામાં અમે તમરા માટે આ છોકરીના કેટલાક ફોટા અને વીડિયો લઇને આવ્યા છીએ. આમ તો આ છોકરીને જોઇને આલિયાના ફેન જ નહી આલિયા પોતે પણ કંફ્યૂઝ છે.

Instagram Link: https://www.instagram.com/reel/CVSfNoYBdcX/?utm_source=ig_embed&ig_rid=f7915cb5-cd2d-4939-83f7-49fc232f8a63

(4:45 pm IST)