Gujarati News

Gujarati News

News of Monday, 1st November 2021

'બંટી ઔર બબલી 2'નું બીજું ગીત 'લવ જ્યુ' રિલીઝ: સિદ્ધાંત અને શર્વરીની જોવા મળી રોમેન્ટિક જોડી

મુંબઈ: તાજેતરમાં જ ફિલ્મ બંટી ઔર બબલી 2 નું ટ્રેલર રિલીઝ થયું હતું. ટ્રેલર ઘણું સારું હતું અને દર્શકોને પણ ટ્રેલર ઘણું પસંદ આવ્યું હતું. હવે ફિલ્મનું બીજું ગીત 'લવ જ્યુ' રિલીઝ થઈ ગયું છે. આ ગીત પણ દર્શકોને ઘણું પસંદ આવી રહ્યું છે. ગીતમાં નવા બંટી અને બબલીની જેમ સિદ્ધાંત અને શર્વરીની કેમેસ્ટ્રી અદ્ભુત લાગે છે. બંનેનું રોમેન્ટિક કપલ ખૂબ જ સુંદર લાગી રહ્યું છે. ગીતમાં શર્વરી ખૂબ જ હોટ અંદાજમાં જોવા મળી રહી છે. આ ગીત અરિજીત સિંહે ગાયું છે. ગીતનું સંગીત શંકર એહસાન લોયે આપ્યું છે. ગીતના બોલ અમિતાભ ભટ્ટાચાર્યએ લખ્યા છે.

 

(5:31 pm IST)