Gujarati News

Gujarati News

News of Monday, 1st November 2021

આયુષ્માન ખુરાનાની આગામી ફિલ્મ 'ડૉક્ટર જી' આ દિવસે થશે રિલીઝ

મુંબઈ: બોલિવૂડના કન્ટેન્ટ કિંગ અને સુપરસ્ટાર અભિનેતા આયુષ્માન ખુરાનાની આગામી ફિલ્મ ડોક્ટર જીની રિલીઝ ડેટ નક્કી કરવામાં આવી છે. આ ફિલ્મ આવતા વર્ષે 17મી જૂન 2022ના રોજ સિનેમાઘરોમાં સીધી રિલીઝ થઈ રહી છે. અભિનેતા આયુષ્માને પોતે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી એક પોસ્ટ શેર કરીને આ માહિતી આપી હતી. તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી ફિલ્મ ડોક્ટર જીની અભિનેત્રી રકુલપ્રીત સાથેની તેની તસવીર શેર કરતા તેણે લખ્યું, "17મી જૂન 2022ના રોજ તમારી ટિકિટ બુક કરો કારણ કે હું, રકુલપ્રીત અને શેફાલી શાહ ડૉક્ટર જી માટે સાથે આવી રહ્યા છીએ."

(5:32 pm IST)