Gujarati News

Gujarati News

News of Monday, 1st November 2021

અંકિતા લોખંડે અને વિકી જૈન લગ્નની થઇ રહી છે તૈયારીઓ: જાણો કઈ છે લગ્નની તારીખ

મુંબઈ: છેલ્લા કેટલાક દિવસોમાં બોલિવૂડના કોરિડોરમાંથી કેટલાક કપલના નામ સામે આવ્યા છે, જેઓ નવેમ્બર-ડિસેમ્બરમાં લગ્ન કરી શકે છે. હવે આ યાદીમાં વધુ એક નામ જોડાયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિનેત્રી અંકિતા લોખંડે ડિસેમ્બરમાં તેના બોયફ્રેન્ડ વિકી જૈન સાથે લગ્ન કરવા જઈ રહી છે. વાસ્તવમાં, એક અહેવાલ મુજબ, અંકિતા લોખંડે અને વિકી જૈને લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. અંકિતા અને વિકી 12 થી 14 ડિસેમ્બર વચ્ચે લગ્નના બંધનમાં બંધાશે. આ સમાચાર સામે આવ્યા બાદ ચાહકોમાં ખુશીની લહેર છે. અંકિતા-વિકીના લગ્નને લઈને ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે.

(5:34 pm IST)