Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd February 2021

હિમ્મતસિંહના રોલમાં ફરી જમાવટ કરશે કે કે મેનન

જાસુસી થ્રિલર વેબ સિરીઝ સ્પેશિયલ ઓપ્સની જબરી સફળતા પછી નિર્માતા હવે બીજી સિઝન સ્પેશિયલ ઓપ્સ યુનિવર્સ માટે તૈયાર છે. આ વખતે કહાની એક નવા જ રૂપ સાથે રજૂ થશે. ભારતમાં પહેલી જ વાર મલ્ટી સિરીઝ ફોર્મેટમાં અનેક પાત્રો, કહાનીઓ અને સિઝન સ્પેશિયલ ઓપ્સ યુનિવર્સમાં સામેલ છે. જેમાં દર્શકોને થ્રિલર, એકશનનો જબરદસ્ત આનંદ માણવાની તક મળશે. હિમ્મતસિંહના પાત્રમાં કે. કે. મેનન ફરી વખત જમાવટ કરતો જોવા મળશે. પહેલી સિઝનમાં હિમ્મતસિંહ નામના રો એજન્ટની ભુમિકામાં કે કે મેનને ખુબ જમાવટ કરી હતી. હવે બીજી સિઝનનું કામ શરૂ થયુ છે. આ સિઝન આ વર્ષના અંતમાં રિલીઝ થઇ શકે તેમ છે. સ્પેશિયલ ઓપ્સ-૨૦૨૦માં એક મોટો શો બની ગયો હતો. દર્શકોએ તેને ખુબ પસંદ કર્યો હતો. ફરીવાર નિરજ પાંડે   અને ટીમ દર્શકોને ભરપુર મનોરંજન આપવા તૈયાર છે. કે કે મેનને કહ્યું હતું કે હવેની સિઝન પ્રિકવલ નથી, દમદાર કહાની છે.

(10:37 am IST)