Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd February 2021

શિલ્પા શેટ્ટીએ કર્યુ ગીતનું શુટીંગ

બોલીવૂડમાં વર્ષો પછી શિલ્પા શેટ્ટી કમબેક કરી રહી છે. ફિલ્મ હંગામા-૨માં તે મહત્વનો રોલ નિભાવી રહી છે. લોકડાઉન પછી આ ફિલ્મનું શુટીંગ ફરીથી શરૂ થઇ ગયું છે. હાલમાં જ કલાકારોએ ફિલ્મના શિર્ષકના ટ્રેકનું શુટીંગ કર્યુ હતું. ફિલ્મમાં પરેશ રાવલ, શિલ્પા શેટ્ટી કુન્દ્રા, મિજાન જાફરી અને પ્રણિતા સુભાષ મુખ્ય ભુમિકા નિભાવી રહ્યા છે. આ તમામે ટાઇટલ સોંગ માટેના શુટીંગમાં ભાગ લીધો હતો. આ ગીત ફિલ્મનું મહત્વનું પાસુ છે. ફ્રેમમાં મુખ્ય ચાર કલાકારો અને બીજા અનેક ડાન્સર છે. ૨૦૦૩માં આવેલી હંગામા સુપરહિટ નિવડી હતી. હવે હંગામા-૨ બનાવાઇ રહી છે. શિલ્પાએ ઇંસ્ટાગ્રામ પર પોસ્ટ કરી લખ્યું હતું કે ફરીથી સેટ પર આવી ગઇ છું. અગાઉની હંગામા ફિલ્મમાં અક્ષય ખન્ના, પરેશ રાવલ, આફતાબ શિવદાસાની, રિમી સેનની મુખ્ય ભુમિકા હતી. શિલ્પા હંગામા-૨ ઉપરાંત નિકમ્મા નામની ફિલ્મ પણ કરી રહી છે. જેમાં ભાગ્યશ્રીનો પુત્ર અભિમન્યુ અને સિંગર શર્લે સેતિયા મુખ્ય રોલમાં છે.

(10:38 am IST)