Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd February 2021

ઇઝાબેલ કૈફ સેટ પર નવી ઉર્જા સાથે આવે છેઃ પુલકિત સમ્રાટ

કેટરીના કૈફની બહેન ઇઝાબેલ કૈફ પણ બોલીવૂડમાં એન્ટ્રી કરી રહી છે. તેનો પહેલો લૂક પણ રિલીઝ થઇ ગયો છે. ફિલ્મ 'સુસ્વાગતમ ખુશામદીદ'માં પુલકીત સમ્રાટ સાથે ઇઝાબેલ કૈફ મુખ્ય ભુમિકામાં જોવા મળશે. નિર્દેશક ધીરજ કુમારની આ ફિલ્મમાં પુલકીત દિલ્હીના અમન નામના યુવાનના રોલમાં અને ઇઝાબેલ આગ્રાની નૂરના રોલમાં જોવા મળશે. પુલકિત સાથેનો ફોટો ઇઝાબેલે ઇંસ્ટાગ્રામ પર મુકીને નમસ્તે આદાબ, જલ્દી તમારી સાથે મુલાકાત થશે તેવું લખ્યું હતું.

પુલકિતે કહ્યું હતું કે ઇઝાબેલ સાથે મારી જોડી ધમાકેદાર બની છે. સેટ પરના લોકો કહે છે કે અમારી કેમિસ્ટ્રી જબરદસ્ત છે. ઇઝાબેલ સેટ પર સતત નવી ઉર્જા લઇને આવે છે. તેણે બધાને પોતાના કામથી પ્રભાવીત કર્યા છે. તેની નિદોર્ષતા પણ ઉડીને આંખે વળગે એવી છે.

(10:38 am IST)