Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd February 2021

'લૂપ લપેટા'નો તાપસીનો દિલચશ્પ લૂક

મુંબઇ તા. ૨: અભિનેત્રી તાપસી પન્નુ બોલીવૂડમાં સતત નવા અને મોટા પ્રોજેકટ હસ્તગત કરી રહી છે. તેની નવીફિલ્મ 'લૂપ લપેટા'નો પહેલો દેખાવ સામે આવી ગયો છે. જેમાં તે ખુબ જ દિલચશ્પ અંદાજમાં દેખાઇ રહી છે. તેનો વિશીષ્ટ લૂક સામે આવતાં જ ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે. લૂપ લપેટા તેની કોમેડી થ્રિલર ફિલ્મ છે. ૧૯૯૮માં આવેલી જર્મન સુપરહિટ કલાસિક કલ્ટ ફિલ્મ રન લોલા રનની આ હિન્દી રિમેક છે. નિર્દેશન આકાશ ભાટીયાને સોંપાયું છે. સોની પિકચર્સ ફિલ્મ્સ ઇન્ડિયા, એલિપ્સિસ એન્ટરટેઇનમેન્ટ અને આયુષ મહેશ્વરી દ્વારા નિર્મિત આ ફિલ્મમાં તાપસી પન્નુ સાથે મર્દાની ફેઇમ અભિનેતા તાહિર રાજ ભસીન પણ છે. આ બંનેની જોડી પહેલી વખત પરદા પર આવી રહી છે. ફિલ્મનું છેલ્લા તબક્કાનું શુટીંગ ગોવામાં ચાલી રહ્યું છે.

(3:37 pm IST)