Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

હવે ફરીથી કામ કરવા તૈયાર છે ચાહત ખન્ના

અભિનેત્રી ચાહત ખન્ના એક ફિલ્મ આવ્યા પછી કયાંક ખોવાઇ ગઇ હતી. બે વર્ષ પહેલા તે ફિલ્મ પ્રસ્થાનમમાં જોવા મળી હતી. હવે તે ફરીથી ફિલ્મો, ટીવી શો કે વેબ સિરીઝમાં કામ કરવા તૈયાર થઇ છે. તે કહે છે હું કોઇપણ કામ કે જે મને પસંદ પડશે તે કરવા તૈયાર છું. ઘણા લોકો એમ કહે છે કે મારે હવે કામની જરૂર નથી તો એ ખોટી વાત છે. હું સારા કામનું વિભાજન કરીને આગળ વધુ છું. લોકો એવું વિચારતા હતાં કે મારી પાસે ઘણા પૈસા છે અને હવે મારે કામની જરૂર નથી અને હું મારા બાળકો સાથે વ્યસ્ત છું. બાળકો સાથે વ્યસ્ત હતી એ સાચુ પણ મારે કામની જરૂર જ નથી એ વાતમાં દમ નથી. મારા માટે બે ત્રણ વર્ષ નિર્ણાયક હતાં. હવે બાળકો શાળાએ જવા માંડ્યા છે જેથી મારી પાસે ફરીથી એકટીંગ કરવાનો સમય છે. કોઇ પાસે જઇને કામ માંગવું એમાં મને ખોટુ લાગતું નથી. હું મારી જાતને સ્પષ્ટપણે અભિનેત્રી નથી માનતી. મારે મારી જાતને સાબીત કરવા હજુ ટીવી, વેબ, ફિલ્મોમાં ઘણું કામ કરવું છે.

(10:33 am IST)