Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

'સૈરાટ'ના મ્યુઝિકે રચ્યો ઇતિહાસ

રીજનલ ભાષામાં આ ફિલ્મને યુટ્યુબ અને અન્ય પ્લેટફોર્મ પર મળીને ૧.૨ બિલ્યન એટલે કે ૧૨૦ કરોડ વ્યુઝ મળ્યા છે

મુંબઇ, તા.૨: મરાઠી ફિલ્મ 'સૈરાટ'ના મ્યુઝિક આલબમે ઇતિહાસ રચ્યો છે. રીજનલ ભાષામાં આ ફિલ્મને યુટ્યુબ અને અન્ય પ્લેટફોર્મ પર મળીને ૧.૨ બિલ્યન એટલે કે ૧૨૦ કરોડ વ્યુઝ મળ્યા છે. નાગરાજ મંજુલે દ્વારા ડિરેકટ કરવામાં આવેલી આ ફિલ્મને ૨૦૧૬ના એપ્રિલમાં રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં અજય-અતુલે મ્યુઝિક આપ્યું હતું. આ ફિલ્મ પરથી બોલીવુડમાં 'ધડક'ફિલ્મ બની હતી. ફિલ્મના મ્યુઝિક વિશે વાત કરતાં અજય-અતુલે કહ્યું હતું કે 'આજે પણ દર્શકો આ ફિલ્મના મ્યુઝિકને પસંદ કરી રહ્યા છે એ જાણીને ખૂબ જ ખુશી થઈ છે. આ ફિલ્મે મરાઠીમાં જ નહીં, પરંતુ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક બેન્ચમાર્ક સેટ કર્યો છે જેને આપણે હવે ફરીથી પાછળ છોડવો પડશે. આ ફિલ્મના મ્યુઝિકને અમે ખૂબ જ દિલથી બનાવ્યું હતું અને દર્શકોને જે પ્રેમ મળ્યો છે એ માટે અમે તેમના ખૂબ જ આભારી છીએ.

(3:19 pm IST)