Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

ગાંધી જયંતિ નિમિત્તે નદીના કાંઠે સફાઈ કરી જેકલીન ફર્નાન્ડીઝે

મુંબઈ: બોલિવુડની હોટ અને ટેલેન્ટેડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝે ગાંધી જયંતિ નિમિત્તે અદ્ભુત કામ કર્યું છે. તેમણે આ પ્રસંગે નદી કિનારે સફાઈ કરી છે. તેઓએ નદીના કિનારે એકઠો થયેલો કચરો અને ગંદકી સાફ કરી છે. આ અંગે ખુશી વ્યક્ત કરતા અભિનેત્રીએ સફાઈ કામની કેટલીક તસવીરો શેર કરતા પોસ્ટ મૂકી છે. પોસ્ટ શેર કરતાં તેમણે લખ્યું કે, "2 ઓક્ટોબર એ તારીખ છે જે દરેકના હૃદયમાં કોતરાઈ જાય છે કારણ કે આ દિવસ મોહનદાસ કરમચંદ ગાંધીજીનો જન્મદિવસ છે. અને આજે આ દિવસ પણ મહાન છે કારણ કે આજે સ્વચ્છ ભારત અભિયાન પણ ઉજવવામાં આવે છે. ચાર વર્ષ વીતી ગયા છે સ્વચ્છ શહેર એ સૌથી મોટી ભેટ છે જે આપણે આપણા શહેર અને તેના નાગરિકોને આપી શકીએ છીએ.

(5:46 pm IST)