Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd February 2021

મેડિકલ થ્રિલરમાં શેફાલી અને કિર્તી

બોલીવૂડના મોટા નિર્માતા વિપુલ અમૃતલાલ શાહ પણ ડિજીટલ પ્લેટફોર્મ પર એન્ટ્રી કરવા તૈયાર છે. તે એક નવો મેડિકલ થ્રિલર શો 'હ્યુમન' લાવી રહ્યા છે.  આ શોમાં દુનિયાભરમાં દશકાઓથી ચાલી રહેલા મેડિકલ ટ્રાયલ્સને હાઇલાઇટ કરવામાં આવશે. શેફાલી શાહ અને કિર્તી કુલ્હારી મુખ્ય ભુમિકા નિભાવશે. નિર્દેશન વિપુલ શાહ અને મોજેજસિંહ કરશે. આ પ્રોજેકટ પર સાડા ત્રણ વર્ષથી કામ ચાલી રહ્યું હતું.   ત્યારે અમને વાયરસ કે વેકસીન વિશે ખબર નહોતી. અમે હ્યુમન ટ્રાયલ્સની પ્રક્રિયાને સરળ બનાવવાનો પ્રયાસ કર્યો છે. જો કોઇને લાગતું હોય કે આ શો કોરોના વાયરસ મહામારીના બેકડ્રોપ અને વેકસીન શોધવામાં આવી તેના પર આધારીત છે તો અહિ એવું કંઇ જ નથી તે સ્પષ્ટ છે. અહિ એક એવો વિષય છે જે માનવતાને સ્પર્શ કરે છે, ડ્રગ ટ્રાયલ સમસ્યા હાલમાં ઉભી થયેલી નથી, દસકોથી ચાલી રહી છે. સમાજ માટે આ કહાનીનો વિષય મહત્વપુર્ણ બની રહેશે.

(10:02 am IST)