Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd February 2021

દર્શકો કદી ભુલી શકશે નહિઃ મનોજ

મનોજ બાજપાઇ વધુ એક વખત એજન્ટ શ્રીકાંત તિવારીની ભુમિકા માટે તૈયાર છે. આ વખતે તેની સાથે સાઉથ સુંદરી સામન્થા રૂથ પ્રભુ પણ છે. મનોજની વેબ સિરીઝ ધ ફેમિલી મેન દર્શકોને ખુબ જ ગમી હતી અને સુપરહિટ નિવડી હતી. હવે બીજી સિઝન પણ આગામી સમયમાં આવવાની છે. મનોજે કહ્યું હતું કે ધ ફેમિલીમેન-૨નો અનુભવ દર્શકો કદી ભુલી શકશે નહિ. આ સિઝનને અગાઉની સિરીઝ કરતાં પણ ખુબ મોટા લેવલ પર બનાવવામાં આવી છે. હું ઘણી વખત મેં કરેલા કામની બાબતે કંઇપણ કહેવાનું હોય તો ખુબ જાળવીને વાત કરુ છું. કારણ કે હું ઉધ્ધત હોઉ એવું દેખાડવાની મારી ઇચ્છા નથી. હું ટુંકમાં એટલુ જ કહીશ કે આ વખતની સિરીઝ આગલી સિરીઝ કરતાં વધુ મહાન અને અનોખી છે. આ અનુભવ તમે સરળતાથી ભુલી શકશો નહિ. મનોજની આ વાત સાચી ઠરે તેવી દર્શકો આશા રાખી રહ્યા છે.

(10:03 am IST)