Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd February 2021

નેટફિલકસે ફિલ્મના રાઇટસ ખરીદવા માટે કરી ડિલ

આલિયાની ફિલ્મ 'ગંગુબાઇ કાઠિયાવાડી'ના ડિજીટલ રાઇટ્સ ૭૦ કરોડમાં વેચાયા!

નવી દિલ્હી તા. ૩ :. સંજયલીલા ભંસાલીના નિર્દેશનમાં બનેલી આલિયા ભટ્ટની ફિલ્મ ગંગૂબાઇ કાઠિયાવાડી અંગે એક મોટા સમાચાર આવી રહ્યા છે. જેના રિલીઝ બાદ ફિલ્મના ડીજીટલ રાઇટસ ઓટીટી પ્લેટફોર્મ નેટફિલકસે ખરીદી લીધા છે. નેટફિલકસે ફિલ્મના રાઇટસ ખરીદવા માટે ભારે ભરખમ રકમ ખર્ચી છે.

ગંગૂબાઇ કાઠિયાવાડી એસ. હુસૈન જૈદીનું પુસ્તક માફિયા કવીન્સ ઓફ મુંબઇના એક ચેપ્ટર પર આધારિત છે. ફિલ્મમાં આલિયામાં  ગંગૂબાઇના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં રીલીઝ થવાની હતી. પરંતુ પેનેડેમિકના કારણે તેથી રિલીઝ સ્થગિત કરી દેવામાં આવી. પહેલી જાન્યુઆરીએ ભણસાલી પ્રોડકશન્સે ગંગૂબાઇ કાઠીયાવાડીન ર૦ર૧ માં રિલીઝ હોવાના સંકેત આપ્યા હતાં. પ્રોડકશન હાઉસે ટવિટર પર એક વિડીયો પોસ્ટ કરીને લખ્યું હતું. સાહસી અને બેબાક ર૦ર૧ માં રાજ કરવા  તૈયાર છે. આંખોમાં જવાળા લઇને તેનો ખતરનાક અંદાજ છે.

બોલિવુડ હંગાનાના રીપોર્ટ મુજબ ગંગુબાઇ કાઠિયાવાડીના પોસ્ટ રિલીઝ ડિજિટલ રાઇટસ ઓટીટી પ્લેટફોર્મ નેટફિલકસે ૭૦ કરોડમાં ખરીદ્યા છે. રીપોર્ટના જણાવ્યા મુજબ આ ડીલ પેપર્સ આવવાનાં બાકી છે. ફિલ્મની સ્ટાર કાસ્ટ અને સંજય લીલા ભણસાણીની છબીના લીધે નેટફિલકસ આટલી રકમ ખર્ચી રહ્યું છે. ફિલ્મમાં શાંતનું મહેશ્વરી, સીમા પાહવા અને વિજયરાજ જેવા કલાકાર મહત્વના કિરદારોમાં છે. બીજી બાજુ અજય દેવગણ, ઇમરાન હારમી અને હુના કુરૈશી સ્પેશ્યલ કેરેકટર નિભાવતા જોવા મળશે.

(11:37 am IST)