Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

માધ્યમથી કોઇ ફરક પડતો નથીઃ તમન્ના

સોળ વર્ષથી અભિનયની દુનિયામાં કામ કરી રહેલી તમન્ના ભાટીયા તેલુગુ અને તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સાથે બોલીવૂડમાં પણ કામ કરતી રહે છે. ૨૦૦૫માં તેણે ચાંદ સા રોશન ચહેરા નામની હિન્દી ફિલ્મથી અભિનય શરૂ કર્યો હતો. એ પછી સાઉથમાં જતી રહી હતી. ત્યાં આજે તે સુપરસ્ટાર છે. કન્નડ ફિલ્મ પણ તે કરી ચુકી છે. હવે બીજા સ્ટાર્સની જેમ વેબ સિરીઝમાં પણ તમન્નાની એન્ટ્રી થઇ ગઇ છે. નવેમ્બર સ્ટોરી નામની સિરીઝથી તે ડિજીટલ પ્લેટફોર્મ પર આવી છે. તે કહે છે માધ્યમથી કોઇ ફરક પડતો નથી. હાલના સમયમાં ડિજીટલ માધ્યમ વધુ યોગ્ય છે. ફિલ્મો પ્રત્યેની લાગણી પણ અલગ જ છે. તમન્ના કહે છે આજથી દસ વર્ષ પહેલાની પરિસ્થિતિ જુદી હતી. આજે પણ જુદો માહોલ છે. આજે લોકો અભિનેતા કે અભિનેત્રી કરતાં તેના ટેલેન્ટ અને કન્ટેન્ટને વધુ પસંદ કરે છે. સ્ટારડમની વ્યાખ્યા આજે બદલાઇ ગઇ છે. દસ વર્ષ પહેલા જે સ્ટારડમ હતું એ પ્રામાણિક રીતે ચાહકો એકઠા કરવાની રીતભાત હતી. મને એ અનુભવ મળ્યો છે.

(11:35 am IST)