Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

બિનજરૂરી રીતે બહાર નીકળ્યો હતો

ટાઇગર શ્રોફ સામે કોવિડના નિયમોનો ભંગ કરવાનો કેસ નોંધવામાં આવ્યો

નવી દિલ્હી,તા.૩: બોલીવુડ અભિનેતા ટાઈગર શ્રોફ મુસીબતમાં મૂકાયો છે. તેના વિરુદ્ઘ કોવિડ નિયમોના ભંગ મામલે કેસ દાખલ થયો છે. ટાઈગર પર બિનજરૂરી બહાર ઘૂમવાનો મામલો નોંધાયો છે. સમાચાર એજન્સી ભાષાના રિપોર્ટ મુજબ મુંબઈ પોલીસના એક અધિકારીએ આ જાણકારી આપી છે.

મુંબઈમાં બપોરે ૨ વાગ્યા બાદ બિનજરૂરી આમતેમ ઘૂમવા પર પ્રતિબંધ છે. પરંતુ આમ છતાં ટાઈગર શ્રોફ સાંજ સુધી બાન્દ્રા બસ સ્ટેન્ડ નજીક ઘૂમતો જોવા મળ્યો. અધિકારીએ જણાવ્યું કે તેના વિરુદ્ઘ ઈન્ડિયન પીનલ કોડની કલમ ૧૮૮ હેઠળ કેસ દાખલ થયો છે.

અત્રે જણાવવાનું કે હાલમાં જ ઝી ન્યૂઝ તમને આ અંગે જણાવ્યું હતું કે કઈ રીતે પોલીસે દિશા પટણી અને ટાઈગર શ્રોફની ગાડી રોકી હતી. મળતી માહિતી મુજબ બંને જિમમાંથી નીકળીને બેન્ડ સ્ટેન્ડનો ચક્કર લગાવી રહ્યા હતા. અત્રે જણાવવાનું કે  કોવિડના કારણે મુંબઈ પોલીસ હાલ ખુબ જ કડક વલણ અપનાવી રહી છે. આ બધા વચ્ચે ટાઈગર શ્રોફ પર આ કાર્યવાહી થઈ છે.

ટાઈગર શ્રોફ અને દિશા પટણી બોલીવુડના ફેવરિટ  કપલમાંથી એક છે. બંનેએ સાથે ફિલ્મ 'બાગી-૨', 'બાગી-૩' કરી હતી. આ ઉપરાંત બંને મ્યૂઝિક વીડિયોમાં પણ સાથે કામ કરી ચૂકયા છે. હાલમાં જ દિશાની ફિલ્મ 'રાધે : યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ' રિલીઝ થઈ હતી.

(11:37 am IST)