Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

અમિતને કરવું છે ડિજીટલ માધ્યમમાં કામ

ટીવી પરદાના અભિનેતા અમિત ટંડનને હવે ડિજીટલ પ્લેટફોર્મ પર કામ કરવાની ઇચ્છા છે. અમિતે ઇન્ડિયન આઇડલ-૧માં સ્પર્ધક તરીકે ભાગ લીધો હતો. એ પછી તે ટીવી પરદે અભિનેતા તરીકે આવ્યો હતો અને છવાઇ ગયો હતો.  તેણે કૈસા યે પ્યાર હૈ, ક્યોંકિ સાસ ભી કભી બહુ થી, દિલ મિલ ગએ, યે હૈ મોહબ્બતે અને કસમ તેરે પ્યાર કી સહિતના શોમાં અભિનય કર્યો હતો. બોલીવૂડમાં ક્રિએચર-થ્રીડી ફિલ્મમાં પણ કામ કર્યુ હતું. હાલના સમયમાં ટીવી, ફિલ્મો ઉપરાંત ડિજીટલ માધ્યમનું ચલણ ખુબ વધ્યું હોઇ અમિતની ઇચ્છા પણ અહિ કામ કરવાની છે. તેણે કહ્યું હતું બે વર્ષ પછી ફરીથી મારે અભિનય કારકિર્દી શરૂ કરવી છે. હું ટીવી અને બોલીવુડ માટે  તૈયાર છું. સાથે બદલાવ માટે હું ડિજિટલ પ્લેટફોર્મમાં પણ પ્રયાસ કરવા માગું છું.વાસ્તવિકતા દર્શાવવા માટે હું એવા રોલ્સ તાત્પર્ય અને પ્રચંડતા સાથે નિભાવવા તૈયાર છું.

(9:57 am IST)