Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

અભિનેત્રી ચાહત ખન્નાને તેના પતિ ફરહા મિર્જા કહેતા તારા દિયર તારૂ અફેર ચાલે છે ? આ બાળક કોનુ છે ? તેવા આક્ષેપો પણ કરતો

નવી દિલ્હીઃ સામાન્ય હોય કે ખાસ દરેક માણસની લાઈફમાં કોઈને કોઈ મુશ્કેલી જરૂર હોય છે. સમય-સમય પર સેલિબ્રિટીસ પોતાની મુશ્કેલીને લોકો સામે રાખતા હોય છે. ક્યારેક કોઈ વાતો એવી રહે છે કે વર્ષો પછી તેનો ખુલાસો થતો હોય છે. આવો જ ખુલાસો એક્ટ્રેસ ચાહત ખન્નાએ કર્યો છે. ચાહત ખન્ના ઘરેલુ હિંસા અને માનસિક ત્રાસનો શિકાર થઈ ચૂકી છે. નિશા રાવલની જેમ જ ચાહત ખન્નાએ તેના પતિ ફરહાન મિર્ઝા  ઉપર ઘરેલુ હિંસાનો કેસ દાખલ કર્યો હતો

તૂટેલા સંબંધો પર બોલી ચાહત ખન્ના

ચાહત ખન્નાના બે લગ્ન થઈ ચૂક્યા છે. પહેલા પતિ સાથે સંબંધ તૂટ્યા પછી ચાહત ખન્નાએ ફરહાન મિર્ઝા સાથે લગ્ન કર્યા.  આ લગ્ન પણ વધારે સમય ના ટક્યા.  વર્ષ 2015માં શરૂ થયેલો સંબંધ 2018માં તૂટી ગયો. બન્નેને બે બાળકીઓ છે. કેટલાક મીડિયા હાઉસ સાથે વાત કરતી સમયે ચાહત ખન્નાએ પોતાના પતિ પર ગંભીર આરોપ લગાવ્યા હતા.

ચાહતના પતિએ તેના પર લગાવ્યા હતા આવા આરોપ

ચાહત ખન્નાના પતિ ફરહાન મિર્જા ચાહત ખન્નાને કહેતો હતો કે તારા દિયર જોડે તારું અફેર ચાલે છે. આ સાથે ચાહતના પતિએ ચાહત સાથે મારપીટ પણ કરી હતી. આટલું જ નહીં ચાહતે ફરહાન મિર્ઝા પર ઘણી શર્મનાક હરકતો કરવાનો આરોપ લગાવ્યો છે.

પતિ લગાવતો હતો ગંદા-ગંદા આરોપ

એક ઈન્ટરવ્યુમાં ચાહત ખન્નાએ જણાવ્યું હતું કે 'મારી બન્ને પ્રેગ્નન્સી સમયે મારા પતિએ મને પૂછ્યું હતું કે શું આ બાળક મારું જ છેને? બીજી પ્રેગ્નન્સી સમયે ડિલિવરી એક દિવસ, પહેલાં મારા પતિએ મને ઘરની બહાર કાઢી મુકી હતી. ડિલીવરીના ચાર દિવસ પછી પણ એમણે આવું જ કર્યું હતું'.

ચાહતને મારતો હતો તેનો પતિ

ચાહત ખન્નાકહ્યું,  ' તે વારંવાર મને ઘરેથી નિકળી જવાનું કહેતા હતા. તે મને મારતા હતા અને દર બીજા દિવસે મારું કોઈને કોઈ વ્યક્તિ સાથે નામ જોડી દેતા હતા. તે મને બહાર જવા પર પણ રોકતા હતા તેમણે એવું લાગતું હતું કે કદાચ હું બાળકોને છોડીને જતી રહીશ'.

પીછો કરતા હતા ફરહાન

ચાહત ખન્નાએ જણાવ્યું કે, ' હું જ્યાં પણ જઉ તે મારા પાછળ આવતા હતા. એક રૂમમાંથી બીજા રૂમમાં પણ તે મારી પાછળ પાછળ આવતા હતા. એક રાત્રિ દરમિયાન કોઈ કોઈને છોડવાનો નિર્ણય નથી લેતું. મને પણ ડર લાગતો હતો કે લોકો શું કહેશે. મને લાગતું હતું કે લોકો કહેશે કે મારા બીજા લગ્ન પણ વધારે સમય ના ચાલ્યા'.

લેવો પડ્યો નિર્ણય

ચાહત ખન્નાએ કહ્યું, ' કોઈ પણ મહિલા માટે આ એટલું સરળ નથી હોતું. તેને ઘણી વસ્તુઓ દરેક લેવલથી જોવી પડે છે. લોકોના ટોન્ટો સાંભળવા પડે છે.  એક હદ આવી જાય છે ત્યારે વ્યક્તિને નિર્ણય લેવો પડે છે. મારી પણ સહન કરવાની હદ પૂર્ણ થઈ ગઈ હતી તે માટે જ મેં ફરહાનથી અલગ થવાનો નિર્ણય લીધો'.

(4:55 pm IST)