Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

મધુબાલાની ગંભીર બિમારીની જાણ કિશોર કુમારે પરિવારને કરી હતી

મધુબાલાના જીવન પર બની રહી છે ફિલ્‍મ : બહેન મધુર ભુષણે જણાવી મધુબાલા અને કિશોર કુમારના સંબંધ વિશેની વાતો

મુંબઇ તા. ૪: બોલીવૂડની દિગ્‍ગજ અભિનેત્રી સુંદરતાની મુર્તિ હતી. ૧૯૪૦ના દસકામાં મધુબાલા આ ઇન્‍ડસ્‍ટ્રીમાં રાજ કરતી હતી. મુગલ-એ-આઝમની અનારકલી મધુબાલા આ દુનિયામાં હવે હયાત નથી. તેની ફિલ્‍મી કારકિર્દી જેટલી શાનદાર હતી એટલુ જ તેનું અંગત જીવન વિવાદીત હતું. તેની અંગત જીંદગી વિશે અનેક પ્રકારની ચર્ચાઓ થતી રહે છે. નાની બહેન મધુર ભૂષણે મધુબાલા અને દિવંગત અભિનેતા દિલીપ કુમાર વિશે હાલમાં જ વાત કરી હતી.

મધુબાલાની બહેન મધુર ભુષણે કહ્યું હતું કે બહેન અવસાન પામી તેને પંચાવત વર્ષ વીતી ગયા છે. હવે તેમના જીવન પર બાયોપિક બની રહી છે. ઇમ્‍તિયાઝ અલી આ ફિલ્‍મ બનાવી રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષથી આ ફિલ્‍મ બનાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે. પરંતુ કોઇને કોઇ વિઘ્‍ન આવી જતું હતું. પરંતુ હવે મધુબાલાના દરેક ભાઇ-બહેને ફિલ્‍મ બનાવવાની હા કહી દીધી છે. ૧૯૫૭માં મધુબાલાની તબિયત બગડી હતી અને લોહીની ઉલ્‍ટીઓ થવા માંડી હતી. તે વખતે લંડનમાં નિદાન કરાવતાં હૃદયમાં કાણુ હોવાનું નિવાન થયું હતું. આ વાત કિશોર કુમારે અમને પરિવારજનોને જણાવી હતી. તેમ મધુર ભુષણ કહે છે.

મધુરે આગળ કહ્યું આ રિપોર્ટ આવ્‍યા પછી પણ મધુબાલાએ પિતાજીને કહેલું કે ડોક્‍ટરની વાત સાંભળવાની ન હોય. હું વધુ ફિલ્‍મો સાઇન કરીશ. તેને વિશ્વાસ હતો કે તે ત્રણ ચાર દિવસ પછી સેટ પર પાછી વળશે. પણ કિશોર કુમારે છ મહિના ગંભીરતાથી આરામ કરવા કહ્યું હતું. પણ છ મહિના નવ વર્ષમાં બદલાઇ ગયા અને મધુબાલાનું ૨૩ ફેબ્રુઆરી-૧૯૬૯ના રોજ અવસાન થયું હતું.

મધુરે એમ પણ કહ્યું હતું કે જો કોર્ટ કેસ ન થયો હોત તો કદાચ મધુબાલાના લગ્ન દિલીપ કુમાર સાથે થયા હોત. દિલીપસાબને મનાવવાના પ્રયાસો થયા હતાં. પરંતુ એ શક્‍ય નહોતું બન્‍યું.  લંડનથી આવ્‍યા પછી પિતાજીએ લગ્નની મંજુરી આપી હતી. પણ ત્‍યારે મધુબાલા અને કિશોર કુમારે તુરંત લગ્ન કરવાની જીદ પકડી હતી. 

(4:20 pm IST)