Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

જાહન્વી કપુરે ખરીદયો ૩૯ કરોડનો બંગલો

૭૮ લાખ તો સ્ટેમ્પ ડયુટીના ચુકવ્યા

મુંબઇ, તા.૫: બોલિવૂડમાં પાછલા વર્ષે ઘણા મોટા સ્ટાર્સે પોતાના માટે નવા ઘર ખરીદ્યા છે. આલિયા ભટ્ટ બાદ આ લિસ્ટમાં હવે જાહ્રનવી કપૂરનું નામ જોડાઈ ગયું છે. એકટ્રેસ જાહ્રનવી કપૂરે પોતાનું નવું ઘર ખરીદી લીધું છે, જે એક બિલ્ડિંગના ત્રણ ફ્લોર સુધી ફેલાયેલું છે. તેનું આ નવું ઘર મુંબઈના જૂહુ વિસ્તારમાં છે. રિપોર્ટ્સ મુજબ, આ દ્યરની કિંમત ૩૯ કરોડ રૂપિયા છે. બોની કપૂર અને શ્રીદેવીની મોટી દીકરી જાહ્રનવીએ ઘરની ડીલ પાછલા મહિને એટલે કે ડિસેમ્બરમાં ફાઈનલ કરી હતી.

જણાવી દઈએ કે ૨૩ વર્ષની જાહ્રનવીએ અત્યાર સુધીમાં માત્ર બે ફિલ્મોમાં જ લીડ એકટ્રેસ તરીકે કામ કર્યું છે. તેણે ૨૦૧૮માં 'ધડક'થી ઈન્ડસ્ટ્રીમાં પગ મૂકયો હતો અને પછી તે પાછલા વર્ષે 'ગુંજન સકસેનાઃ ધ કારગિલ ગર્લ' ફિલ્મમાં જોવા મળી.

સ્કવેયર ફીટ ઈન્ડિયાની રિપોર્ટ મુજબ, જાહ્રનવી કપૂરના ફ્લેટનો કારપેટ એરિયા ૩,૪૫૬ ફૂટ છે. એકટ્રેસે બિલ્ડિંગનો ૧૪, ૧૫ અને ૧૬મો માળ ખરીદ્યો છે. તેને બિલ્ડિંગમાં છ કાર પાર્ક કરવાની મંજૂરી હશે. પોતાના નવા ઘર માટે એકટ્રેસે ૭૮ લાખ રૂપિયાની સ્ટેમ્પ ડ્યૂટી ચૂકવી છે. જાહ્રનવીએ જૂહુમાં જે જગ્યાએ ઘર ખરીદ્યું છે, તેની આસપાસ ઘણા સેલેબ્સ રહે છે. હવે એકટ્રેસનું એડ્રેસ પણ બદલાઈ ગયું છે. હાલમાં જાહ્રનવી પોતાની બહેન ખુશી અને પિતા બોની કપૂર સાથે લોખંડવાલામાં રહે છે.

ઉલ્લેખનીય છે કે જાહ્રનવી કપૂર હાલના દિવસોમાં એકટર કાર્તિક આર્યન સાથે કથિત રિલેશનશીપને લઈને ચર્ચાઓમાં છે. બંનેને એકસાથે ઘણી જગ્યાએ જોવાઈ રહ્યા છે. કયારે તેઓ સાથે જીમમાં તો કયારેક એકબીજાના દ્યર પર દેખાય છે. હાલમાં જ જાહ્રનવી અને કાર્તિકને ગોવામાં સ્પોટ કરવામાં આવ્યા હતા, જયાં બંને વેકેશન એન્જોય કરી રહ્યા છે. જયારે જાહ્રનવીના વર્કફ્રન્ટવની વાત કરીએ તો તે 'દોસ્તાના ૨'માં જોવા મળશે. તેની સાથે ફિલ્મમાં કાર્તિક આર્યન પણ હશે. આ ફિલ્મને કરણ જોહર પ્રોડ્યુસ કરી રહ્યો છે. આ ઉપરાંત જાહ્રનવી 'રૂહીઅફઝાના' ફિલ્મમાં જોવા મળશે.

(3:57 pm IST)