Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

ટોય બોય

આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને અમિતાભ બચ્ચને કેપ્શન આપી હતી કે કાનમાં સંગીત ભળી રહ્યું છે. ટોય બોય સેટ્સ પર કામ કરવા માટે બગી વ્હીલ્સ પર આવ્યો છે

મુંબઇ,તા. ૫: અમિતાભ બચ્ચન સેટ પર કઈ રીતે જાય છે એ વિશે તેમણે એક ફોટો શેર કર્યો છે. તેઓ ફેન્સ સાથે હંમેશાં હળવી મજાક કરતા હોય છે. તો કયારેક તેમને જીવનનો બોધપાઠ પણ સોશ્યલ મીડિયાના માધ્યમથી આપતા હોય છે. અમિતાભ બચ્ચને જે ફોટો શેર કર્યો છે એમાં તેઓ થ્રી-વ્હીલર બાઇક પર બેઠા છે. તેમના કાન પર હેડફોન્સ છે. એક ફેને કમેન્ટ કરી હતી કે લુકસ સુપર ફન. તો અન્ય ફેને પ્રશંસા કરતાં લખ્યું હતું કે હજી પણ દિલથી યુવાન છો. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને અમિતાભ બચ્ચને કેપ્શન આપી હતી કે 'કાનમાં સંગીત ભળી રહ્યું છે. ટોય બોય સેટ્સ પર કામ કરવા માટે બગી વ્હીલ્સ પર આવ્યો છે. યુઉઉઉહુઉઉઉ.'

(10:21 am IST)