Gujarati News

Gujarati News

News of Wednesday, 5th May 2021

બે ફિલ્મોને કારણે ચર્ચામાં પૂજા હેગડે

બોલીવૂડ અને ટીવી પરદાના અનેક અભિનેતા-અભિનેત્રીઓ કોરોનાથી સંક્રમીત થઇ જતાં ફિલ્મો, સિરીયલોના કામ અટકી ગયા હતાં. અભિનેત્રી પૂજા હેગડે પણ કોરોના વાયરસની જાળમાં આવી ગઇ હતી. તેણે પોતાના સોશિયલ મિડીયા એકાઉન્ટ પર પોસ્ટ કરીને લખ્યું હતું કે મારો કોરોના ટેસ્ટ પોઝિટીવ છે. બધા પ્રોટોકોલનું પાલન કરવા મેં હોમ આઇસોલેશનમાં રહેવાનું નક્કી કર્યુ છે. પૂજાએ પોતાની સાથે સંપર્કમાં આવેલા તમામને રિપોર્ટ કરાવી લેવા અને ઘરમાં રહી સ્વસ્થ રહેવા અને પોતાનું ધ્યાન રાખવા અનુરોધ કર્યો હતો. પૂજા હેગડે તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ખુબ મોટી સ્ટાર છે. બોલીવૂડમાં તેણે રિતીક રોશન સાથેની ફિલ્મ મોહન-જો-દડોથી કારકિર્દી શરૂ કરી હતી. હાલમાં તે રણવીર સિંહ અને રોહિત શેટ્ટી સાથેની ફિલ્મ સર્કસ કરી રહી છે. તેની પ્રભાસ સાથેની ફિલ્મ રાધેશ્યામ પણ ચર્ચામાં છે. આ બંને ફિલ્મોની તે ખુબ આતુરતાથી રાહ જોઇ રહી છે.

(9:55 am IST)