Gujarati News

Gujarati News

News of Monday, 5th July 2021

તમન્ના ભાટીયાને બહુ ભાવે છે સમોસા

અભિનેત્રી તમન્ના ભાટીયા ફિલ્મોની સાથે સોશિયલ મિડીયાને કારણે પણ ચાહકોમાં ચર્ચામાં રહે છે. તમન્ના પોતાના શરીરની ફિટનેસ જાળવી રાખવા ખુબ જ સજાગ છે અને એ માટે મહેનત પણ કરતી રહે છે. જો કે આમ છતાં તે પોતાના ખાવાના શોખની આહુતી આપતી નથી. તમન્નાને સમોસા ખુબ જ ભાવે છે. તે કહે છે જ્યારે પણ સમોસાની વાત આવે છે ત્યારે હું તેને ખાવાથી મારી જાતને અટકાવી શકતી નથી. સમોસા પ્રત્યેના પ્રેમ વિશે તમન્નાએ એક એક સંભારણું રજુ કર્યુ હતું.  જેમાં તેને સમોસા કેટાલા પ્રિય છે તેની વાત છે.  તેની આ નવીનતમ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ હતી. તમન્નાના ચાહકો પણ તેના આ શોખને સમર્થન આપી રહ્યા હતાં. એક ચાહકે લખ્યું હતું કે અમે તમારી ભાવનાઓને સમજી શકીએ છીએ. તમન્ના તેની ફિલ્મો તેમજ ફિટનેસ માટે જાણીતી છે. તેની નવ ફિલ્મો આવી રહી છે. જેમાં જોન અબ્રાહમ સાથેની ચોર નીકલ કે ભાગા પણ ચર્ચામાં છે.

(10:03 am IST)