Gujarati News

Gujarati News

News of Monday, 5th July 2021

ઝડપથી ફરી આવી રહી છે સુસ્મિતા

મિસ યુનિવર્સનો તાજ ૧૯૯૪માં જીતનારી પહેલી ભારતીય સુંદરી સુસ્મિતા સેને એ પછી બોલીવૂડમાં કારકિર્દી અજમાવી હતી. લાંબો સમય સુધી અભિનય કર્યા પછી અને પોતાના આ કામ માટે અનેક એવોર્ડ પણ જીત્યા પછી સુસ્મિતાએ અભિનયથી અળગા રહેવાનું પસંદ કર્યુ હતું. લાંબો સમય દૂર રહી ગયા વર્ષે જ તેણે ડિજીટલ પ્લેટફોર્મ પરથી કમબેક કર્યુ હતું. આર્યા નામની તેની વેબ સિરીઝ દર્શકોને એટલી પસંદ પડી હતી કે હવે તેની બીજી સિઝનની પણ દર્શકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. સુસ્મિતા અને ટીમે બીજી સિઝનનું કામ શરૂ કરી દીધું છે. આ સિઝન પણ દર્શકોને બહુ ઝડપથી જોવા મળવાની છે. સુસ્મિતાએ કહ્યું હતું કે આર્યાની બીજી સિઝન બસ તૈયાર જ છે. જેમ પહેલી સિઝનને પ્રેમ આપ્યો હતો તેમ બીજી સિઝનને પણ આપવો પડશે. ઇન્સ્ટાગ્રામના લાઇવ સેશન દરમ્યાન સુસ્મિતા સેને કહ્યું હતું કે 'હવે 'આર્યા'નું લાસ્ટ શેડ્યુલ બાકી રહ્યું છે. એ કંઈ મોટું નથી. એ જલદી જ પુરું કરવામાં આવશે. તમારે સારી બાબતો માટે રાહ જોવી પડશે.'

(10:03 am IST)