Gujarati News

Gujarati News

News of Monday, 5th July 2021

ઇમ્તિયાઝ અલીની સિરીઝ 'ડો. અરોરા'માં ૯૦ના દસકની વાત

બોલીવૂડના નિર્દેશક ઇમ્તિયાઝ અલી રોમાન્ટીક ફિલ્મો બનાવવા માટે જાણીતા છે. હવે તેણે ડિજીટલ પ્લેટફોર્મ માટે રોમાન્ટીક ડ્રામા સિરીઝ બનાવી છે. સોની લિવ પર આવનારી આ સિરીઝનું નામ ડો. અરોરા રખાયું છે. આ સિરીઝમાં એક સેકસોલોજીસ્ટ ડોકટરની વાત છે. આ કોમેડી સિરીઝમાં ઉત્તર પ્રદેશની નેવુંના દસકની પૃષ્ઠભુમિ જોવા મળશે. જબ વી મેટ, લવ આજકલ જેવી ફિલ્મો આપી ચુકેલા ઇમ્તિયાઝ હાલમાં આ સિરીઝના કામમાં વ્યસ્ત છે. સેકસ્યુઆલિટી જેવા વિષયને ઇમ્તિયાઝ અલી રમૂજી રીતે રજૂ  કરશે.

આ સિરીઝમાં 'સુલતાન', 'થપ્પડ' અને 'આરર્ટિકલ ૧૫' જેવી ફિલ્મો માટે જાણીતા અભિનેતા કુમુદ મિશ્રા મુખ્ય ભુમિકામાં છે. નિર્દેશન સાજિદ અલી  કરે છે. ઉલ્લેખનીય છે કે ઇમ્તિયાઝ અલી પ્રોડ્યુસર તરીકે નેટફિલકસની સિરીઝ 'શી' બનાવી ચૂક્યા છે અને આવનારા સમયમાં આ શોની બીજી સીઝન પણ રિલીઝ થશે. આ ઉપરાંત અન્ય એક કોમેડી સિરીઝ પણ તે બનાવે છે. જેમાં ગજરાજ રાવ અને દિવ્યેન્દુ શર્મા મુખ્ય રોલમાં છે.

(10:04 am IST)