Gujarati News

Gujarati News

News of Monday, 5th July 2021

‘તારક મહેતા કા ઉલ્‍ટા ચશ્‍મા'ના ટપુ સેનાના બે પાત્રો રિયલ લાઇફમાં ભાઇઃ 2017 સુધી ટપુનો અભિનય કરનાર ભવ્‍ય ગાંધી અને ગોગીનું પાત્ર ભજવનાર સમય શાહ અસલ જીંદગીમાં માસીયાઇ ભાઇઓ

મુંબઇઃ ટીવી જગતના ફેમસ શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના દરેક પાત્રને લોકો ખુબ પસંદ કરે છે પરંતુ ટપ્પૂ સેનાની મસ્તી બધાને વધારે ગમે છે. આજે અમે તમને જણાવીશું કે આ ટપ્પૂ સેનાના બે પાત્ર એવા છે જે અસલ જિંદગીમાં ભાઈ છે.   

ફેમસ છે ટપ્પૂ સેના

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં ટપ્પૂ સેનાની હરકતોને લોકો ખુબ પસંદ કરે છે. શોમાં તેની મસ્તી અને સમજદારી લોકોને તેના દિવાના બનાવે છે. પરંતુ શું તમે જાણો છો કો ટપ્પૂ સેનાના બે પાત્રો રિયલ લાઇફમાં પણ ભાઈ છે.

ટપ્પૂ અને ગોગી ભાઈ

વર્ષ 2008થી લઈને વર્ષ 2017 સુધી ટીપેન્દ્ર જેઠાલાલ ગડા એટલે કે ટપ્પૂની ભૂમિકા ભજવનાર ભવ્ય ગાંધી અને રોશન સિંહ સોઢીના પુત્રની ભૂમિકામાં જોવા મળતા ગોગી ઉર્ફે સમય શાહ અસલ જિંદગીમાં ભાઈ છે.

ભવ્યના માસીનો દિકરો છે સમય

ભવ્ય ગાંધીનો જન્મ એક ગુજરાતી-જૈન પરિવારમાં થયો છે. તેના પિતા વિનોદ ગાંધી એક બિઝનેસમેન હતા. તેના માતા યશોધા ગાંધી હાઇસવાઇફ છે. સમય શાહ ભવ્ય ગાંધી એટલે કે ટપ્પૂના માસીનો દિકરો છે.

ભવ્યએ છોડી દીધો છો પણ હજુ ધમાલ મચાવે છે ગોગી

ભવ્ય ગાંધીએ નવ વર્ષ સુધી તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં ટપ્પૂની ભૂમિકા ભજવી, ત્યારબાદ શો છોડી દીધો હતો. પરંતુ ગોગી હજુ પણ શોમાં ટપ્પૂ સેનાનો ભાગ છે.

કમાલનું છે બોન્ડિંગ

ભવ્ય ગાંધી અને સમય શાહ હંમેશા સાથે જોવા મળે છે. બન્નેના વીડિયો પણ સોશિયલ મીડિયા પર આવતા રહે છે.

(4:45 pm IST)