Gujarati News

Gujarati News

News of Monday, 5th July 2021

'ઇન્ડિયન આઇડોલ 12' નું સવાઈ ભટનું પહેલું ગીત 'સાંસે' યુટ્યુબ પર થયું વાઇરલ

મુંબઈ: 'ઇન્ડિયન આઇડોલ 12' નું પ્રથમ ગીત સ્પર્ધક સવાઈ ભટ્ટ રિલીઝ થયું છે. હિમેશ રેશમિયાએ તેને પહેલો બ્રેક આપવાની વાત કરી હતી. તેમણે વચન પૂરા કરીને સવાઈ સાથે 'સાંસે' ગીત રજૂ કર્યું છે. તેમના આલ્બમનું નામ 'હિમેશ કે દિલ સે' છે. સવાઈના ચાહકો આ ગીતને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ ગીત 3 જુલાઈના રોજ રીલિઝ થયું હતું અને રિલીઝ સાથે વાયરલ થયું હતું. ગીત યુટ્યુબ પર ત્રીજા નંબરે ટ્રેન્ડ થઈ રહ્યું છે. અત્યાર સુધીમાં તેને લગભગ 10 લાખ લોકો જોઇ ચૂક્યા છે.

 

 

(5:44 pm IST)