Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

સંદિપા હવે વિક્રમની ડર્ટી ગેમ્સમાં: શુટીંગ થઇ ગયું શરૂ

અભિનેત્રી સંદિપા ધરએ આગામી સિરીઝ મુંભાઇમાં એકપણ વખત બંદૂકનો ઉપયોગ કર્યો નથી. જો કે સહકલાકાર અંગદ બેદી સાથે એક તસ્વીર માટે તેણે બંદૂક સાથે પોઝ આપ્યો હતો. પોતાની ઇંસ્ટાગ્રામ પોસ્ટમાં સંદિપાએ અંગદ બેદી સાથે એક મજેદાર તસ્વીર પોસ્ટ કરી હતી. જેમાં તે અંગદના માથા પર બંદૂક તાંકીને ઉભેલી જોવા મળી છે. મજાકીયા, કોમિક કેપ્શનમાં તેણે લખ્યું છે કે-'યે પુરી મુંભાઇ કા ગેમ બજાતા હૈ, લેકિ ઇસકા ગેમ સિર્ફ વૈષ્ણવી બજા શકતી હૈ'. સંદિપા ધર અને અંગદ બેદી મુંભાઇ થકી દર્શકોને પ્રભાવીત કરવા સંપુર્ણ રીતે તૈયાર છે. પહેલી જ વખત સંદિપા મરાઠી યુવતિનો રોલ નિભાવી રહી છે. આ માટે તેણે ખુબ મહેનત કરી છે. સંદિપા ધર મુંભાઇ પછી નવા શો ડર્ટી ગેમ્સનું કામ પણ વિક્રમ ભટ્ટ સાથે શરૂ કરી ચુકી છે. આ શોના શુટીંગનો પ્રારંભ થઇ ગયો છે.

(9:55 am IST)