Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

ગીતા રબારીનું નવું ગીત 'ઓ મારા કાના' રિલીઝઃ ગણતરીના દિવસોમાં લાખો વ્યુઝ

એક એકથી ચડીયાતા કર્ણપ્રિય સુપરહિટ ગીતો આપી ચુકેલા ગાયીકાનું વધુ એક નઝરાણું : સુમધુર, કર્ણપ્રિય ધૂન અને નવા જ શબ્દો, નયનરમ્ય દ્રશ્યોને કારણે ખુબ ઝડપથી બની ગયું છે લોકપ્રિય

રાજકોટ તા. ૫: કચ્છની ધરતીના કોકીલકંઠી ગાયીકા ગીતા રબારીને સંગીતના ચાહકો તેના સુપરડુપર હિટ ગીત 'રોણા સેર મા રે'...થી ઓળખે છે. ૩૧ ડિસેમ્બર ૧૯૯૬ના રોજ કચ્છના ટપ્પરમાં જન્મેલા ગીતા રબાીરએ ધોરણ-૧૦ સુધી અભ્યાસ કર્યો છે. તે પાંચમા ધોરણમાં ભણતા હતાં ત્યારથી જ ગીતો ગાવાનું શરૂ કર્યુ હતું. ભજન, લોકગીતો, સંતવાણી, ડાયરાઓ માટે હવે આ નામ જ કાફી છે. રોણા સેર મા ગીતે ગીતા રબારીને રાતોરાત ઓળખ અને નામના અપાવી તો એ પછી તેમણે એકલો રબારી સહિતના અસંખ્ય ગીતો ગાયા અને અનેક આલ્બમ પણ આપ્યા છે. સમયાંતરે ચાહકો માટે નવું નવું નઝરાણું આપતાં ગીતા રબારી આ વખતે 'ઓ મારા કાના' નામનું ગીત લાવ્યા છે.

નિર્માતા દિનશાભાઇ ભુભલીયા અને દિર્નેશક નિતીન પટેલના આ ગીતનું લેખન રાજન રાયકા અને ધવલ મોટને કર્યુ છે. કર્ણપ્રિય સંગીત જીતુ પ્રજાપતિનું છે. જ્વેલરી માટે કલ્ચર સિગનેચરના જલ્પા ઠાકર અને આઉટફીટ માટે ગુરૂકૃપા ક્રિએશનનો સહકાર મળ્યો છે. ગીતને રિલીઝ કરવામાં સહકાર બદલ મહેશ રબારી, રિતીક દાવડા અને શ્રી લિમ્બોજ લોજીસ્ટીક ટીમનો ગીતાબેન રબારી અને ટીમ તરફથી આભાર વ્યકત કરાયો છે. યુ-ટ્યુબ પર ઓ મારા કાના ગીત રિલીઝ થતાની સાથે જ સુમધુર, કર્ણપ્રિય  ધૂન અને નવા જ શબ્દો, નયનરમ્ય પિકચરાઇઝેશને કારણે ખુબ ઝડપથી લોકપ્રિય બન્યું છે.

ઓ મારા કાના...શબ્દો જ કહી દે છે કે ગીત ચોક્કસ કાનૂડા અને રાધાજીને સંલગ્ન છે. ગીતાબેનના અગાઉના ગીતોની જેમ જ આ ગીતને પણ ગણતરીના દિવસોમાં રિલીઝ થતાંની સાથે જ સવા ત્રણ લાખથી વધુ વ્યુઝ મળી ચુકયા છે.

ઓ મારા કાના ગીતની યુ-ટ્યુબ લિંક https://youtu.be/2R_MEScVE9c  પર આપ પણ સાંભળી-માણી શકો છો આ ગીત.

(11:22 am IST)