Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

પૂજાના વખાણ કરી રહી છે ભૂમિકા

અગાઉ હિટ થઇ ચુકેલા ટીવી શોની નવી સિઝન શરૂ થવાના ટ્રેન્ડ વચ્ચે સ્ટાર ભારત પર  'મન કી આવાઝ  પ્રતિજ્ઞા'ની બીજી સિઝન શરૂ થઇ ગઇ છે. આ શોમાં અભિનેત્રી ભૂમિકા ગુરંગ પણ ખાસ રોલ નિભાવી રહી છે. તેણે કહ્યું હતું કે સમગ્ર શોમાં મને સોૈથી વધુ કંઇ ગમતું હોય તો એ પ્રતિજ્ઞાનું પાત્ર છે. આ મુખ્ય પાત્ર અભિનેત્રી પૂજા ગોર નિભાવી રહી છે. ભૂમિકા કહે છે પૂજાને તમે ક્રોધીત થતી ક્યારેય નહિ જુઓ. પોતે ભૂલ ન કરતી હોય અને સાથી કલાકાર એકધારા ભૂલ કરતા હોય તો પણ પૂજા એકદમ શાંત હોય છે. પૂજાનું આ પાસુ જ તેની સફળતાનું રહસ્ય છે. મને લાગે છે કે એક અભિનેત્રી બીજી અભિનેત્રીની વાત કરતી વખતે ખાસ આદરમય ન જ હોય. પરંતુ પૂજા પ્રત્યેનો મારો આદર જરાય ઓછો થતો નથી. પૂજા શુટીંગ પર સોૈથી પહેલા પહોંચી જાય છે અને સૌથી છેલ્લે રવાના થાય છે. તે આગળના દિવસના સીન્સ પણ સાથે લેતી જાય છે અને બીજા દિવસે સેટ પર પુરેપુરી તૈયારી કરીને જ આવે છે.

(10:06 am IST)