Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

ફિલ્‍મ સ્‍ટાર્સ પ્રિયંકા ચોપડા, ગોવિંદા, કરીના કપુર, સલમાન ખાન અને ઐશ્વર્યા રાયને સૌથી વધુ ઘમંડી ગણાવતા ફેન્‍સ

વર્તન-વ્‍યવહારની રીતમાં પોતાના ફેન્‍સ અને દર્શકો સાથે ગેરવર્તણુંક કરતા ફિલ્‍મ સિતારાઓ

મુંબઇઃ બોલિવુડ સ્‍ટાર્સ વિશે ફેન્‍સ અને દર્શક હંમેશા એક્‍સાઇટેડ રહેતા હોય છે. કરીના કપુરથી લઇને પ્રિયંકા ચોપડા અને સલમાન ખાનથી લઇ ગોવિંદા સુધીના તમામ ફિલ્‍મ સ્‍ટાર્સ ઘમંડી હોવાનો અનુભવ ફેન્‍સને થયો છે.

બોલીવુડ સ્ટાર્સ વિશે જાણવા માટે દરેક એક્સાઇટેડ રહે છે. એવામાં કરીના કપૂર ખાનથી માંડીને પ્રિયંકા ચોપડા સુધી, બોલીવુડના આ અભિનેતા અને અભિનેત્રીઓને તેમના ફેન્સે જ તેમને સૌથી ઘમંડી ગણાવ્યા છે. 

પ્રિયંકા ચોપડાએ બોલીવુડની સાથે-સાથે હોલીવુડમાં પણ ખૂબ નામ કમાયું છે. પરંતુ કથિત રીતે એવું કહેવામાં આવે છે કે પ્રિયંકા ચોપડાનો એકવાર ફ્લાઇટમાં કોઇ પેસેન્જરે સાથે ઝઘડો થઇ ગયો હતો. આ દરમિયાન અભિનેત્રીએ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. 

ગ્રેટ એક્ટર અને ડાન્સર ગોવિંદાની વાત કરવામાં આવે તો 2008 માં ગોવિંદાએ સંતિષ રાય નામના એક વ્યક્તિને થપ્પડ મારી દીધી હતી. વ્યક્તિએ ફરિયાદ નોંધાવતાં લાંબા સમય બાદ કોર્ટે ગોવિંદાને માફી માંગવાનો આદેશ આપ્યો હતો. 

કરીના કપૂર ખાન જે ફિલ્મના સેટ્સ પર નખરા કરવા માટે ખૂબ લોકપ્રિય છે. તમને જણાવી દઇએ કે બેબો પોતાના કો-સ્ટાર્સ ઉપરા6ત પોતાના ફેન્સ સાથે ગેરવર્તણૂંક કરવા માટે જાણિતી છે. સોશિયલ મીડિયા પર ઘણીવાર લોકોએ તેને મળવાના પોતાના ખરાબ અનુભવ વિશે જણાવ્યું છે. 

સલમાન ખાને મોટાભાગે ઇંડસ્ટ્રીમાં સૌથી વધુ ખરાબ વર્તનવાળા બીટાઉન સ્ટાર્સમાં ગણવામાં આવે છે. એક્ટરને તમે પણ ઘણીવાર ગુસ્સામાં જોયા હશે. કહેવામાં આવે છે કે જેમ કે સલમાન પોતાની કારમાંથી બહાર નિકળે છે તો ફેન્સને તસવીર લેવાનો પ્રયત્ન કરતા જોઇ ગુસ્સે ભરાયા હતા. 

આગામી નામ જાણ્યા બાદ તમને પણ જોરથી આંચકો લાગી શકે છે. 1994 માં મિસ વર્લ્ડનો ખિતાબ પ્રાપ્ત કરનાર ઐશ્વર્ય રાયનું નામ પણ આ લિસ્ટમાં સામેલ છે. સોશિયલ મીડિયા પર ઐશ્વર્યા રાય બચ્ચને ઇંડસ્ટ્રીની સૌથી મોટી ઘમંડી અભિનેત્રી કહેવામાં આવે છે. 

(5:40 pm IST)