Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

હમેંશા નવું કરવા તત્પર રહે છે હુમા

અભિનેત્રી હુમા કુરેશી બોલીવૂડમાં નવ વર્ષથી કામ કરી રહી છે. તે પ્રારંભે માત્ર એક જ ફિલ્મનું કામ કરવા દિલ્હીથી મુંબઇ આવી હતી. એ પછી તે અહિ સ્થાયી થઇ ગઇ છે. ટુંકા ગાળામાં જ તેણે હોલીવૂડ સુધી પણ ડગલા માંડી દીધા છે.  તો હવે ડિજીટલ માધ્યમમાં પણ તે પહોંચી ચુકી છે. તાજેતરમાં જ સોની લિવ પર તેની વેબ સિરીઝ મહારાની રિલીઝ થઇ છે. જેમાં તેના ગજબના અભિનયના સૌ કોઇ ભરપુર વખાણ કરી રહ્યા છે. હુમા કહે છે હું ફિલ્મી પરિવારમાંથી નથી, આમ છતાં મેં અહિ સ્થાન મેળવ્યું છે એ માટે હું ગોૈરવ અનુભવી રહી છું. આજે મારી પાસે મારું ઘર પણ છે. તમારે અહિ તમારું કોૈવત દેખાડવું પડે છે. તમને થોડી સફળતા મળે પછી તમે બેસી રહો તો તમે ઇન્ડસ્ટ્રીમાંથી બાકાત થઇ જાવ. સતત નવું કરતાં રહેવું પડે છે અને તમે કોઇપણ રોલ માટે સક્ષમ છો એ સાબીત કરવું પડે છે. મને એક જ પ્રકારના રોલ કદી ગમતાં નથી. જો કે મને લાગે છે અભિનયમાં હજુ તો મારી શરૂઆત છે. અભિનેત્રી તરીકે હમેંશા નવું કરવા હું તત્પર રહુ છું. હુમા કહે છે સિત્તરે એમએમના પરદા પર રજૂ થતી ફિલ્મો અલગ ગણાય, ઓટીટીનું પોતાનું આગવું સ્થાન બની ગયું છે.

(10:04 am IST)