Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

મુંબઇમાં શુટીંગની મજા જ અલગ હોય છેઃ જય ભાનુશાળી

કલર્સના શો ખતરો કે ખિલાડી-મેડ ઇન ઇન્ડિયામાં કામ કરી રહેલા જય ભાનુશાળીએ કહ્યું હતું કે આ શોમાં અગાઉ ખતરો કે ખિલાડીમાં ભાગ લઇ ચુકેલા સ્પર્ધકો જોવા મળશે. શોની તૈયારી વિશે વાત કરતાં જયએ કહ્યું હતું કે આ સ્ટંટ શો માટે બે મહિનાની તૈયારી કરવી પડશે. સ્વીમીંગ કલાસ, અન્ડર વોટર સ્ટંટનો અભ્યાસ તથા બીજી તૈયારીઓ કરવી પડશે. આત્મ નિર્ભર ભારત અંતર્ગત આ શોનું શુટીંગ ભારતમાં જ થશે. ચાર મહિના પછી ઘર બહાર નીકળવાની તક મળતાં અને શુટીંગમાં ભાગ લેવાનું થતાં જય ખુશ છે. જયએ કહ્યું હતું કે અગાઉની સિઝન કરતાં આ સિઝન અલગ છે. અગાઉ ખતરો કે ખિલાડી અલગ-અલગ દેશમાં જઇને શુટ કર્ય હતું. પરંતુ આ વખતે શુટીંગ ભારતમાં જ થશે. એટલે કે ખતરો કે ખિલાડી સ્વદેશી હશે.  મોટા ભાગનું શુટીંગ મુંબઇ ફિલ્મ સીટીમાં થશે. મુંબઇમાં શુટીંગ કરવાની મજા જ અલગ હોય છે.  સ્ટંટ માટે અહિની લોકલ ટીમ જ બધાને તૈયાર કરશે. વિદેશી ટીમને બોલાવાશે નહિ. શુટીંગ પુરૂ થયા બાદ હોટેલને બદલે બધા પોતપોતાના ઘરે જતાં રહેશે. સ્પર્ધકે અનેક સ્ટંટ કરવાના હોય છે. શોમાં આગળ શું થશે, તમે કેટલા દિવસ ટકી રહેશો તેની ખબર પડતી નથી.

(9:33 am IST)