Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

ફિલ્‍મ નિર્માતા વિક્રમ ભટ્ટે ગુપ્‍ત રીતે બીજા લગ્ન કર્યા

૫૨ વર્ષે જીંદગીમાં ફુટયા પ્રેમના બીજ : સોશ્‍યલ મીડિયા પર જાહેર કર્યો પ્રેમ

મુંબઇ,તા. ૭: ફેમસ બોલિવૂડ ફિલ્‍મ નિર્માતા અને ડિરેક્‍ટર વિક્રમ ભટ્ટએ ગુપ્ત રીતે બીજા લગ્ન કર્યા છે. વિક્રમે પોતાના બીજી લગ્ન અંગે કોઈને ભનક પણ થવા દીધી નહોતી. તાજતમાં વિક્રમે સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો છે. વિક્રમ અને તેની પત્‍નીનો ફોટો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. મહત્‍વનું છે કે વિક્રમ ભટ્ટે ગત વર્ષે ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા. એક વર્ષ સુધી બંનેના લગ્ન વિશે કોઈને ખબર પણ નહોતી.
વિક્રમ ભટ્ટે શ્વેતાબંરી સોની સાથે લગ્ન કર્યા છે. હવે લગભગ એક વર્ષ બાદ વિક્રમ ભટ્ટના લગ્નની વાત ચાહકો સમક્ષ જાહેર થઈ છે. વિક્રમે સોશિયલ મીડિયા પર તેની સાથે એક તસવીર શેર કરી છે.
આ પહેલા વિક્રમ ભટ્ટના પ્રથમ લગ્ન વર્ષો પહેલા અદિતિ ભટ્ટ સાથે થયા હતા. વિક્રમ અને અદિતિએ લાંબા સમય સુધી સાથે રહ્યાં અને ત્‍યારબાદ બંનેએ ૧૯૯૮ માં અલગ થવાનો નિર્ણય કર્યો હતો. વિક્રમ ભટ્ટ અને અદિતિ ભટ્ટને એક પુત્રી કૃષ્‍ણ છે.
વિક્રમ ભટ્ટની અફેર લાઈફ પણ દ્યણી ચર્ચામાં રહી છે. વિક્રમ દ્યણી અભિનેત્રીઓ સાથે રિલેશનશિપમાં હોવાની વાતો ચાલી રહી છે. વિક્રમ ભટ્ટે બોલિવૂડ અભિનેત્રી સુષ્‍મિતા સેન અને અમીષા પટેલને ડેટ કરી હોવાના અહેવાલો પણ હતાં. વિક્રમ અને સુષ્‍મિતા સેન લિવ ઈન રિલેશનમાં રહેતા હોવાની પણ વાતો  થઈ હતી. જો કે, એક સમય બાદ તેમના રસ્‍તા અલગ થઈ ગયા હતાં.
મહેશ ભટ્ટે જાહેર કર્યું કે, ‘વિક્રમ ભટ્ટે ગયા સપ્‍ટેમ્‍બરમાં લોકડાઉન દરમિયાન લગ્ન કર્યા હતા. તેણે મને કહ્યું હતું કે બોસ હું લગ્ન કરી રહ્યો છું, આ કોવિડ સમયમાં લગ્ન સમારોહ માટે વધારે લોકોની સંખ્‍યા પર પ્રતિબંધને અને તમારા સ્‍વાસ્‍થ્‍યની ચિંતાને ધ્‍યાનમાં રાખી હું તમને દબાણ નહીં કરુ.'

 

(11:02 am IST)