Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

વિક્રમ ભટ્ટે ચુપચાપ કરી લીધા લગ્ન: તસ્વીર આવી સામે

મુંબઈ: ફિલ્મ નિર્માતા વિક્રમ ભટ્ટના લગ્નના સમાચાર સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે. વિક્રમ ભટ્ટે ગયા વર્ષે શ્વેતાંબરી સોની સાથે લગ્ન કર્યા હતા. તેણે આ વાત ગુપ્ત રાખી હતી. બીજી બાજુ, તેની પત્ની ઇન્સ્ટાગ્રામ પર તેના વિશે પોસ્ટ કરતી રહી પરંતુ કોઈને સમાચાર ન મળી શક્યા. વિક્રમ ભટ્ટે તેની પત્નીના જન્મદિવસ પર પોસ્ટ કરી હતી, ત્યારબાદ આ સમાચાર ફરીથી હેડલાઇન્સમાં આવ્યા હતા.

(5:35 pm IST)