Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

બોલીવૂડમાં એન્ટ્રી માટે શનાયા કપૂરની તૈયારી

અભિનેતા સંજય કપૂરની દિકરી શનાયા કપૂર પણ ગમે ત્યારે બોલીવૂડમાં કારકિર્દી કરવા તૈયાર છે. શનાયા તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર આવી છે. જો કે તે આમ તો ચાર વર્ષથી ઇંંસ્ટાગ્રામ પર છે, પણ તેણે તાજેતરમાં જ પોતાનું એકાઉન્ટ સાર્વજનીક કર્યુ હતું. તે સાથે પિતા સંજય કપૂરે લખ્યું હતું કે મારી દિકરી શનાયા કપૂર ઇંસ્ટાગ્રામ પર આવી ગઇ છે, કૃપા કરીને તેને પ્રેમ આપજો. શનાયાના ઇંસ્ટાગ્રામ પર ૬૦૦ ફોલોઅર્સ હતાં. પણ પિતાએ કરેલી અપીલ પછી ધડાધડ ૬૬ હજારથી વધુ ફોલોઅર્સ થઇ ગયા હતાં. શનાયાએ એક શાનદાર તસ્વીર પોસ્ટ કરીને લખ્યું હતું કે-જીવનનું પેઇજ પલ્ટી રહી છું. શનાયા બહુ ઝડપથી ફિલ્મોમાં દેખાય તેવી શકયતા છે. ઇંસ્ટાગ્રામ પર શનાયાએ પોતાની ગ્લેમરસ તસ્વીરો પોસ્ટ કરી છે. જેને ચાહકો ખુબ પસંદ કરી કોમેન્ટ્સ કરી રહ્યા છે. શનાયાનું એકાઉન્ટ સાર્વજનિક થતાં જ સોનમ કપૂર, અર્જુન કપૂર, જ્હાન્વી કપૂરની જેમ જ તે પણ બોલીવૂડમાં એન્ટ્રી કરશે તેવો અંદાજો લગાવાઇ રહ્યો છે.

(10:19 am IST)