Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

સારી કૂક પણ છે બાળ કલાકાર અદિતી જલતારે

સોની ટીવી પર પ્રસારીત થઇ રહેલા શો 'પુણ્યશ્લોક અહિલ્યાબાઇ'માં અહિલ્યાબાઇ હોલ્કરનું પાત્ર ભજવી રહેલી અદિતી જલતારે પોતાના અભિનયથી બધાના દિલ જીતી રહી છે અને બધાને પ્રભાવીત કરી રહી છે. તે ભારતીય ઇતિહાસના સોૈથી કુશળ મહિલા પ્રશાસકો પૈકીના એક એવા માળવા સામ્રાજ્યની શાસકનું પાત્ર ભજવી રહી છે. જેણે પોતાના સસરા મલ્હાર રાવના નિસ્વાર્થ અને અતુટ સમર્થન દ્વારા પુરૂષવાદી સમાજના બંધનોને તોડ્યા હતાં. એમણે સાબિત કર્યુ હતું કે માણસ પોતાના જન્મ કે લિંગથી નહિ પણ પોતાના કર્મોથી મહાન બને છે. બાળ કલાકાર અદિતીમાં અનેક પ્રતિભા છુપાયેલી છે. તે અભિનયમાં એક્કો છે તો ચટપટી રસોઇ બનાવવામાં પણ કુશળ છે.

માતાની સાથે તે મહારાષ્ટ્રીયન પકવાન બનાવવામાં લાગી જાય છે અને સેટ પર પણ તે બધા માટે આ વ્યંજન લેતી આવે છે. અદિતી કહે છે હું ખાવાની ખુબ જ શોખીન છું, મને મહારાષ્ટ્રીયન વ્યંજન ખુબ પસંદ છે. પુરનપોળી અને કટાચી આમટી તથા દાળ મારા પ્રિય વ્યંજન છે.

(10:19 am IST)