Gujarati News

Gujarati News

News of Wednesday, 8th June 2022

મેં કોઇનું અનુકરણ કર્યુ નથીઃ નિમરત

નિમરત કોૈરે ભલે ઓછી ફિલ્‍મો કરી હોય આમ છતાં તેના ચાહકોની સંખ્‍યા ઓછી નથી. ઇરફાન ખાન સાથે ફિલ્‍મ લંચ બોક્‍સમાં અંતુષ્‍ટ પત્‍નિનો રોલ નિભાવી પ્રશંસા મેળવનારી નિમરતને કાયમ વસવસો હતો એ હવે દૂર થયો છે. તેની ફિલ્‍મ દસવી જોઇ ચુકેલા દર્શકો તેના અભિનયના બેમોઢે વખાણ કરી રહ્યા છે. દસવીમાં નિમરતે બિમલા દેવીનું જબરદસ્‍ત પાત્ર ભજવી વાહવાહી મેળવી છે. તે કહે છે હું એક એવી ભુમિકા ભજવવા ઇચ્‍છતી હતી જે કદી ભજવી ન હોય. દસવીના મારા પાત્રથી મારી આ ઇચ્‍છા પુરી થઇ છે. આ ફિલ્‍મમાં કોમેડી કરવાનું મારા માટે મુશ્‍કેલ હતું. તમે પોતે કોઇ દ્રશ્‍ય રમૂજી છે કે કેમ તેનો અંદાજ ન લગાવી શકો. પણ દર્શકો જ તેનું માપ કાઢી શકે. નિમરત કહે છે ગલેમરસની દુનિયામાં આવીને મને કોઇ અફસોસ નથી. મેં કોઇનું અનુકરણ કે નકલ પણ કર્યા નથી. હું સતત મારા કામ પ્રત્‍યે ઝનૂની રહુ છું. અફસોસ વગર જીવવામાં હું માનુ છું.

(10:16 am IST)