Gujarati News

Gujarati News

News of Wednesday, 8th June 2022

મને ભપકો દેખાડતાં નહોતું આવડયું: અયુબ ખાન

અયુબ ખાને ફિલ્‍મો અને ટીવી પરદે એમ બંને ક્ષેત્રમાં નામના મેળવી છે. હાલમાં તે સ્‍પાય બહૂ નામના શોમાં બિઝનેસમેનની ભુમિકા નિભાવી રહ્યો છે. તેણે અનેક ટીવી શોમાં પોતાની અભિનય પ્રતિભા સાબિત કરી દેખાડી છે. આજના સમયમાં કલાકારો ટચુકડા પરદેથી મોટા પરદે છલાંગ લગાવવા આતુર હોય છે ત્‍યારે અયુબ ફિલ્‍મોમાંથી ટીવી પરદે આવ્‍યો છે અને સફળ પણ થયો છે. તેણે માશુક, મેરી આન, મૃત્‍યુદંડ, દિલ ચાહતા હૈ સહિતની ફિલ્‍મો કરી છે. તે કહે છે નેવુના દસકમાં મને અન્‍ય કલાકારોની જેમ વધુ ભપકો દેખાડતા આવડયું નહોતું. તે વખતે મને ઘણી સારી તકો મળી હતી. મને ખુશી છે કે નિર્માતાઓએ મારા પર વિશ્વાસ મુક્‍યો હતો. મારી ફિલ્‍મો નિષ્‍ફળ જતી છતાં દર્શકો નિર્માતાઓ મને પસંદ કરતાં હતાં. આ કારણે હું નસિબદાર છું. હું આજે છું તે માત્ર મારી મહેનત અને આવડતને કારણે છું.

(10:17 am IST)