Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

રશ્મિકાએ ચાહકોને ચેતવણી આપવી પડી

સાઉથની સુંદરી રશ્મિકા મંદાનાની બોલીવૂડમાં ભલે એકપણ ફિલ્મ રિલીઝ ન થઇ હોઇ છતાં અહિ તેણે અસંખ્ય ચાહકો ઉભા કરી લીધા છે. બોલીવૂડમાં તેની ત્રણ ફિલ્મો આવી રહી છે. અભિનેત્રી દક્ષિણમાં પણ ખુબ મોટો ચાહક વર્ગ ધરાવે છે. તાજેતરમાં તેણે સોશિયલ મિડીયા પર ચેતવણી આપવી પડી હતી. એક ચાહક તેની એક ઝલક જોવા તેના ઘરે પહોંચી ગયો હતો. અભિનેત્રી થોડા સમય પહેલા જ મુંબઇમાં સ્થાયી થઇ છે. છેક નવસો કિલોમીટરનું અંતર કાપી એક ચાહક કર્ણાટકથી મુંબઇ સુધી તેના ઘરે પહોંચી ગયો હતો. આથી રશ્મિકાએ ટ્વિટર પર એના પ્રશંસકને ચેતવણી આપી હતી. જેમાં તેણે ચાહકોને આવું ન કરવા અને તેના બદલે સોશિયલ મિડયા પર સંપર્ક કરી જોડાવા આગ્રહ કર્યો હતો. રશ્મિકાએ કહ્યું  મને ખરાબ લાગે છે કે હું તમને મળી શકતી નથી. અત્યારે મારા માટે અહીં પ્રમ દર્શાવો. મને ખુશી થશે. રશ્મિકા આગામી જાસૂસી થ્રિલર ફિલ્મ મિશન મજનૂમાં સિદ્ધાર્થ મલહોત્રા સાથે, ગૂડબાયમાં અમિતાભ બચ્ચન સાથે અને પુષ્પામાં અલ્લુ અર્જુન સાથે જોવા મળવાની છે.

(10:18 am IST)