Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

અનિલ કપૂરની ફિલ્મ 'નાયક' ને 20 વર્ષ પુરા.....

મુંબઈ: બોલિવૂડના સદાબહાર અભિનેતા અનિલ કપૂર જે લાંબા સમયથી ઇન્ડસ્ટ્રીમાં છે. તેની ઉંમરના અભિનેતાઓ પિતા અને દાદાની ભૂમિકા ભજવે છે પરંતુ અનિલ હજુ પણ મુખ્ય ભૂમિકામાં દેખાય છે. અનિલ કપૂરની બેજોડ ફિલ્મ નાયકને આજે 20 વર્ષ પૂરા થયા છે. અનિલે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ફિલ્મ નાયકની તસવીર શેર કરી અને લખ્યું, "20 વર્ષ પહેલા હું સ્ક્રીનનો સીએમ બન્યો અને બાકીનું બધું ઇતિહાસ છે. ઘણા લોકોએ મને આ ફિલ્મ ન કરવાની સલાહ આપી પણ મને ખબર હતી કે મારે આ કરવું પડશે. ફિલ્મ અને હું આ ફિલ્મના સંદેશમાં માનતો હતો. અને હવે આપણે બધા તેની ઉજવણી કરી રહ્યા છીએ. "

(5:51 pm IST)