Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

સંજયએ ત્યારે જાતે રસોઇ બનાવી હતી

સંજય મિશ્રા વધુ એક વખત ધમાકેદાર અભિનય સાથે સામે આવ્યો છે. ડિજીટલ પ્લટફોર્મ હોટસ્ટાર સ્પેશિયલની ફિલ્મ બહુત હુઆ સન્માનમાં સંજય સાથે રાઘવ જુયાલ પણ મુખ્ય રોલમાં છે. આ ફિલ્મની કહાની આજના યુવાનો, સંઘર્ષ અને કોૈભાંડોની આસપાસ છે. જેની અસર સમાજમાં કેવી પડતી હોય છે તે દેખાડાયું છે. જબરદસ્ત સ્ટોરી ધરાવતી આ ફિલ્મમાં સાથે રામ કપૂર, નિધી સિંહ, નમિત દાસ, અભિષેક ચોૈહાણ પણ મહત્વના રોલમાં છે. ફિલ્મનું શુટીંગ વારાણસીમાં થયું છે. શુટીંગ વખતે સંજય સહિતના કલાકારો હોટેલને બદલે ગેસ્ટ હાઉસમાં રોકાયા હતાં અને રસોઇ પણ સંજય મિશ્રા પોતે જાતે બનાવતો હતો. તે કહે છે વારાણસીને શબ્દોમાં વર્ણવવું અત્યંત મુશ્કેલ છે. તેની સાથે તમે અલગ જ લાગણીથી બંધાઇ જાવ છો. હું જ્યારે પણ વારાણસી આવુ છું ત્યારે મારા શરીરનો અમુક હિસ્સો ત્યાં જ રહી જાય છે. શુટીંગ વખતે અમે સમય મળતાં જ વારાણસીમાં આટો મારવા નીકળી જતાં હતાં. રાઘવ કહે છે દરરોજ નવી વાનગી ખાવા હું સંજયજી સાથે ગેસ્ટહાઉસમાં રોકાયો હતો.

(10:04 am IST)